ખેડા જિલ્લાના તાલુકા મથક કઠલાલ નગરમાં હજુ ગત શનિવારે જ વાહન ઓવરટેકીંગ કરવા મામલે બે જુદી જુદી કોમના જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારો, આગચંપીના બનાવથી તંગદિલી વ્યાપી હતી.
ત્યારે ગઈકાલે તા. 14મીને શનિવારે સાંજે મહુધા પોલીસ મથકે સોશિયલ મીડિયામાં મુકાયેલ પોસ્ટ મામલે ફરિયાદ નોંધાવી બહાર નીકળતા ત્રણ લોકોને એક ટોળાએ ઘેરી લીધા હતા. બાદમાં ગાડીમાંથી બહાર કાઢી મારવાનો પ્રયાસ, ગાડીમાં તોડફોડ કરતાં વધુ એકવાર જિલ્લામાં શાંતિભંગ થઈ હતી. જો કે જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ સમયસર ઘટના
સ્થળે પહોંચી જઈ પરિસ્થિતિને કાબુમાં લઈ લેતા હાલ મહુધામાં શાંતિનો માહોલ છે.
સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ તથા તેના મિત્ર દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ મુકેલ હોઈ કઠલાલના ત્રણ લોકો દિલીપ ઉર્ફે બકો ચૌહાણ, વિકાસ ભટ્ટ અને પાર્થ વ્યાસ મહુધામાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. પોલીસે ફરિયાદ લઈ ગણતરીના સમયમાં જ બંનેને પોલીસ મથકે લાવ્યા હતા. જેથી એક જૂથના લોકો મામલો સમાધાનથી પતાવી દેવા માટેના પ્રયાસો કર્યા હતા. જો કે સામે પક્ષે સમાધાનની ના પાડી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવીને ત્રણેય વ્યક્તિઓ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા હતા. એક જૂથનું ટોળુ પોલીસ સ્ટેશન બહાર એકઠું થઈ ગયું હતું અને પથ્થરમારો શરુ કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતા પોલીસે આગળની ગાડીમાં ફરિયાદી સહિતના ત્રણ લોકો તથા પાછળ પોતાની ગાડી રાખી હતી. જો કે ટોળુ એટલુ બેકાબુ હતું કે ગાડીનો પીછો કરી આગળ જતા રોકી લીધી હતી, અને ગાડીમાં બેઠેલ લોકોને બહાર ખેંચી મારવાનો પ્રયાસ અને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યા હતા. આખરે ગાડીમાં બેઠેલ લોકો ઉતરીને પાછળની પોલીસની ગાડીમાં બેસી ગયા હતા. અને પોલીસે તેમને હેમખેમ કઠલાલ મુકી આવી હતી. આ મામલે જુદી જુદી ત્રણ ફરિયાદો નોંધાવા પામી છે. પોલીસે હાલ ઈસમોની અટક કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની જાણ થતાં જ ખેડા એસપી રાજેશ ગઢિયા, ડીવાયએસપી, અન્ય ટીમો સ્થળ પર દોડી આવી હતી. તેમણે જણાવ્યું હતું કે શનિવારે મોડી રાતથી ઈસમોની અટક કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરી દીધા છે. તમામ સંવેદનશીલ પોઈન્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ મહુધામાં સંપૂર્ણ શાંતિનો માહોલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.મહુધા બસ સ્ટેન્ડથી 200 મીટર દૂર 100ના ટોળાએ ગાડી રોકી લીધી
નડિયાદ: દિલીપ ચૌહાણે જણાવ્યું હતું કે તેમના બંને મિત્રોને પોલીસ તેમની ગાડીમાં લઈને આવી રહી હતી. આગળ દિલીપ ચૌહાણની ગાડી હતી. ગાડી મહુધા બસ સ્ટેન્ડથી 200 મીટર દૂર પહોંચતા 100થી વધુના ટોળાએ તેમની ગાડીને રોકી લીધી હતી અને આપણા વિરુદ્ધ ફરિયાદ આપે છે. જીવતા જવા દેવાના નથી તેમ કહી મારક હથિયારો સાથે ટોળુ નજીક આવી ગયું હતું. દિલીપભાઈ બહાર નીકળતા જ તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસની ગાડી આવી પહોંચતા જ ટોળુ દૂર જતું રહ્યું હતું. બાદ પોલીસે તેમની ગાડીમાં બેસાડી સહીસલામત કઠલાલ છોડી દીધા હતા. તેમની વેગનાર કારને પણ ભારે નુકશાન પહોંચાડયું હતું.
બહાર ટોળું મોટુ હતુ અને પોલીસ પણ પુરતા પ્રમાણમાં નહોતી
નડિયાદ : દિલીપભાઈ ચૌહાણે જણાવ્યું હતુ કે ફરિયાદ નોંધાવતી વખતે પોલીસ સ્ટેશન બહાર મોટુ ટોળુ એકઠુ થઈ ગયું હતું. અડધો કલાક રાહ પણ જોઈ બાદ આખરે મારી ગાડી આગળ જેમાં એક પોલીસવાળા, તથા પાછળ પીઆઈની ગાડીમાં બે મિત્રોને બેસાડયા હતા. ટોળાએ પીઆઈની હાજરીમાં તેમના મિત્રને ગાડીમાંથી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ટોળુ મોટુ હતુ, જેના પ્રમાણમાં પૂરતી પોલીસ નહોતી અને પોલીસ પાસે ગાડી પણ એક જ હતી. જેથી મારી ગાડી આગળ, અને સરકારી ગાડી પાછળ હતી. પથ્થરમારો થયો પણ સદ્નસીબે કોઈને ઈજા પહોંચી નહોતી.
બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મામલે બે વિરુદ્ધ ફરિયાદ
કઠલાલના વિમલપાર્ક સોસાયટીમાં રહેતા વિકાસ અલ્પેશભાઈ ભટ્ટએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ગત તા.14મી સપ્ટેમ્બરે તેમના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ આવી હતી. જેમાં અંગ્રેજીમાં સ્પેશ્યિલ કઠલાલ વાલો કે લિયે ઉપરાંત જુલૂસની પરમિશન તથા અન્ય લખાણો સાથેની એક પોસ્ટ હતી. આવી પોસ્ટથી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું જણાઈ આવતા તેઓ તથા તેમના મિત્રો મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. જેમાં બે ઈન્સ્ટા આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
વીડિયો કેમ ઉતારું છું, તેમ કહી થપ્પડ મારી મોબાઈલ ઝૂંટવી લીધો
મેરામ વશરામભાઈ ભરવાડે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓ ઈકો ગાડીમાં પેસેન્જર ભરીને કપડવંજ જતા હતા. દરમિયાન મહુધા બસ સ્ટેન્ડથી 200 મીટર દૂર સો જેટલા લોકોનું ટોળુ ડંડા, તલવારો, પાઈપો સાથે હતા. અને સાઈડમાં વેગનાર ગાડી તૂટેલ હાલતમાં હતી. ટોળુ અચાનક તેમની સામે આવી વિડીયો કેમ ઉતારુ છુ કહી ગાડીમાંથી બહાર કાઢી થપ્પડ મારી દઈ, મોબાઈલ ઝૂંટવી લઈ, ગાડીમાં લાકડાના ડંડા પછાડતા ગોબા પડી ગયા હતા. કોઈ પેસેન્જરને ઈજા પહોંચી નહોતી. આ મામલે પણ મોઈન, સાનુ સહિત 100ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
38 વિરુદ્ધ નામજોગ સહિત 100ના ટોળા વિરુદ્ધ ફરિયાદ
મોઈન ઈંડાખીમાવાળો, સાનુ, જમાદાર ઓફીસવાળો, જહીર બોસનો છોકરો, ગુલાંટ, અલ્તો કાજી, સહેજાદ મલેક, તૌકીર મલેક, નાસીર કઢી ખીચડી, તોકીર મુસ્તાકનો છોકરો, વાજીદ મેટર મુન્નાનો છોકરો, સમીર વઠમ, હબીબ ફીણાવ, હુસૈન અબ્બાસ, નજીર મચ્છીવાળો, ફારુક મચ્છીવાળો, વાહીદ વાયા, સહેજાદ બાબલા મણીનો છોકરો, સહેજાદ સલીમ ખલીફા, રમીઝ સિંકદર, મહંમદઅજીજ, દીવાન, જાવેદ ચોખંડી, મોઈન શેખ, અરબાજ, હનીફ શેખ, નિયાજ, શેખ સોકત, લીયાકત, યાકુબ, આબીદ, સકીલ પાપડ, કાલુ ભઠ્ઠાનો છોકરો જાકીર, મૌલવી ફઈમ, સોકત વેલ્ડીંગવાળાનો છોકરો, અલ્તાફ ફ્રુટવાળાનો છોકરો અકીલ, સાજીદ મલાલ, નનુ સોનાની ટોપીનો છોકરો સાહીલ સહિત 100થી વધુના ટોળા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ આદરી છે.
Source link