GUJARAT

બનાસકાંઠાના વાછડાલ ગામે ગરબામાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ

બનાસકાંઠાના ધાનેરામાં બે જુથો વચ્ચે મારામારી

નવરાત્રીમાં અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનુ ઉલ્લંઘન કરી રહ્યા છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા સામે આવી છે, ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં ગરબામાં બે જુથો વચ્ચે મારામારીનો વીડિયો સામે આવ્યો છે.

જુની અદાવતના કારણે આ બબાલ થઈ હોય તેવુ અનુમાન

હાલમાં નવલી નવરાત્રી ચાલી રહી હોય લોકો મન મકીને ગરબા રમતા હોય છે. પરંતુ ઘણી જગ્યાઓ પર ગરબાના નામે લાલીયાવાળી ચાલતી હોય છે. તેવી જ એક ઘટના બનાસકાંઠાના ઘાનેરામાં બનવા પામી છે. ધાનેરામાં ગરબામાં મોડી રાતે બે જુથ વચ્ચે જુની અદાવતમાં બોલાચાલી અને મારામારી થવાના સમાચાર સામે આવ્યા છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ 

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના વાછડાલ ગામે ગરબામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં બન્ને જુથોએ લાકડીઓ અને ધોકાઓ વડે મારામારી કરી છે. આ ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા.  ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.  હાલ તો પોલીસ દ્વારા જુની અદાવતના કારણે આ બબાલ થઈ હોય તેવુ અનુમાન આંકવામાં આવી રહ્યુ છે. આ અથડામણમાં બન્ને જુથો વચ્ચે જાહેરમાં લાકડી અને ધોકા વડે હુમલો થયો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ચાલુ ગરબામાં બે જુથ વચ્ચે જાહેરમાં મારામારી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે પોલીસે પણ આ ઘટનામાં સામેલ લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે. જો કે, નવરાત્રી દરમિયાન આવી ઘટનાઓ બનવાથી પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button