GUJARAT

Shelaમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં ‘અશાંતિ’ વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી, 12નેઇજા

શેલામાં આવેલી શાંતી બિઝેનેસ સ્કૂલમાં શનિવારે રાતના ગણેશ સ્થાપના સમયે જુનિયર વિદ્યાર્થીની સાથે હોસ્ટેલમાં રહેતા સિનિયરને તરકાર થઇ હતી.

જે બાબતની અદાવત રાખીને યુવતીએ તેના પિતા અને ભાઇ સાથે સ્કૂલ પર આવી હતી. ત્યારબાદ બંને જુથ વચ્ચે ફ્લ્મિી ઢબે લાકડીઓ અને દંડા વડે મારામારી થઇ હતી. આ સમયે યુવતીના ભાઇએ થાર કારને પુરઝડપે હંકારીને સ્કૂલનો મુખ્ય દરવાજો તોડીને અદર પ્રવેશ કરીને એક વિદ્યાર્થીને ઇજા પહોંચાડી હતી. બંને જુથ વચ્ચે થયેલી મારામારીમાં 12 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે બોપલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે શાંતિ બિઝનેસ સ્કુલમાં અવારનવાર વિવાદોથી ઘેરાયેલી રહે છે. તેમજ અનેકવાર વિધાર્થીઓ વચ્ચે જૂથ અથડામણ થઇ હોવાના કિસ્સા પણ બની ચૂક્યા છે.

બોપલમાં રહેતી પ્રાચી પટેલ શેલામાં શાંતિ બિઝનેસ સ્કુલમાં પી.જી.ડી.એમમાં પોસ્ટ ગ્રેજ્યુએટના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત 7 સપ્ટેમ્બરે તેમની કોલેજમાં ગણપતિની સ્થાપનાનો કાર્યક્રમ હોવાથી તેઓ બપોરના સમયે બીજા માળે પેસેજમાં મિત્ર અદનાન સાથે ઉભી હતી. તે દરમ્યાન મિત્ર સમરપીત આવ્યો હતો અને હોસ્ટેલમાં રહેતો યશ પાનેરીએ તોછડાઇથી પ્રાચીને કહ્યુ કે ચલ નીચે ઉતર ત્યાંથી નીકળ કહેતા પ્રાચીએ કેમ આવી રીતે વાત કરે છે જેથી યશે તુ જુનિયર છે આવી રીતે જ વાત કરીશ તુ શુ કરી લઇશ કહીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પ્રાચી અને તેના બે મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા. તે સમયે પણ યશ અને તેના મિત્રોએ પ્રાચી અને તેના મિત્રોની મજાક ઉડાવીને આ લોકોને કોલેજમાં ઘૂસવા દેવાના નથી તેમ કહ્યુ હતુ. ત્યારબાદ પ્રાચીએ તેના પિતા ગૌતમકુમાર અને ભાઇ ધ્રુવીલને વાત કરતા તેઓ થાર કાર લઇને કોલેજમાં આવ્યા હતા. બાદમાં યશે અને વિશ્વજીતે સહિત 10 શખ્સોએ ગૌતમભાઇ, ધ્રુવીલ, પ્રાચી સહિતનાને લોખંડનુ સ્ટુલ, લાકડાના દંડાથી માર માર્યો હતો. ત્યારે થાર કાર દિવાલ સાથે અથડાતા ગૌતમકુમાર બેભાન થઇ ગયા હતા. ત્યારબાદ યશ, વિશ્વજીત સહિત 10 શખ્સોએ મળીને કોલેજમાં લાકડાના દંડાથી આતંક મચાવ્યો હતો. આ અંગે પ્રાચીએ 10 શખ્સો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. બીજી તરફ્ યશ પાનેરીએ પણ પ્રાચીને ગણેશજીની મૂર્તિની જગ્યાએ બ્રિજ બનાવ્યો હોવાથી હટી જવાનું કહેતા ઝઘડો કર્યો હતો. બાદમાં તેના પિતા ગૌતમકુમાર, રવિ પટેલ સહિતને બોલાવીને આતંક મચાવ્યો હતો. જેમાં ચાર શખ્સોએ મારામારી કરીને પુરઝડપે કાર હંકારીને કોલેજના દરવાજાને તોડી નાખ્યો હતો. તેમજ પુરઝડપે કાર ચલાવીને દિવાલ અને પોલને નુકસાન કર્યુ હતુ. જ્યારે કોલેજના ડિરેકટર નેહાબેને આવીને અને પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડયો હતો. આ અંગે બોપલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધીને ગૌતમભાઇ, યશ અને વિશ્વજીતની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button