GUJARAT

CM ભૂપેન્દ્ર પટેલ રાજય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા

રાજ્ય સ્વાગતમાં વિવિધ વિભાગોની ૭૩ જેટલી રજૂઆતો આવી હતી તેમાંથી ૬૦ રજૂઆતો વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ સાંભળીને નિવારણની દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. જે ૧૩ રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી હતી તેમાં પણ સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ, જિલ્લા અને તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા પરામર્શ કરીને નિવારણ કરીને આ રજૂઆતોનું નિવારણ લાવવામાં આવ્યું હતુ.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આ ગુરુવાર તા.૨૬ ડિસેમ્બરે મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે રજૂઆતો આવી હતી તેમાં મહેસુલ, પંચાયત, પોલીસ, શહેરી વિકાસ, શિક્ષણ, સહકાર જેવા વિભાગોનો સમાવેશ થયો હતો. પ્રજાજનોની સમસ્યા કે રજૂઆતોને તાત્કાલિક ધ્યાને લઈ તેના નિવારણ માટે પ્રો-એક્ટિવ એપ્રોચ અપનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યુ હતું.

સચિવો પણ રહ્યાં હાજર

મુખ્યમંત્રીએ રાજકોટ-અમદાવાદ સિક્સ લેન યોજનાની સમીક્ષા પણ કરી હતી અને મહેસુલ, માર્ગમકાન તથા ગૃહ વિભાગને બાકીની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યાં હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવો સર્વ પંકજ જોષી અને એમ.કે. દાસ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, ઓ.એસ.ડી. ડી. કે. પારેખ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button