વિક્રમ સંવત 2081ની શરૂઆત આજથી થઈ ચૂકી છે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કર્યા અને નવા વર્ષના આશીર્વાદ મેળવ્યા હતા,CMએ નવા વર્ષના કાર્યક્રમોની શરુઆત કરી હતી આ પ્રસંગે ગાંધીનગરના મેયર અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.પરંપરા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા હતા,ગુજરાતના જે પણ મુખ્યમંત્રી હોય છે તે દર વર્ષની શરૂઆતના દિવસે એટલે કે નવા વર્ષે પંચદેવ મંદિરના દર્શન અચૂક કરે છે.
ધારાસભ્યો પણ રહ્યાં હાજર
પંચદેવ મંદિરે સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા હતા સાથે સાથે ધારાસભ્ય અને ગાંધીનગરના મેયર પણ હાજર રહ્યા હતા,વિક્રમ સંવત 20281ની શરૂઆત આજથી થઈ છે ત્યારે ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે આવેલ ત્રિ-મંદિરમાં પણ દર્શન કર્યા હતા અને ભગવાનને ફૂલ ચઢાવ્યા હતા.
સેકટર 22માં આવેલું છે પંચદેવ મંદિર
સેક્ટર-22માં 1972માં નિર્માણ પામેલું પંચદેવ મંદિર આવેલું છે. ગાંધીનગરમાં નિર્માણ પામેલું આ પહેલું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં પંચ મહાભૂતોનો સમન્વય થતો હોવાની માન્યતા છે. ગાંધીનગરના રહેવાસી મોટી સંખ્યામાં આ મંદિર ખાતે દર્શનાર્થે આવે છે, લોકો આ મંદિર પ્રત્યે અસીમ શ્રદ્ધા ધરાવે છે.પંચદેવ મંદિરની સ્થાપના 1972માં કરવામાં આવી હતી. ગુજરાતની રાજધાની તરીકે ગાંધીનગરની ઘોષણા કરવામાં આવી ત્યારે શહેરમાં એક પણ મંદિર ન હતું, તેથી શહેરમાં પંચદેવનું મંદિર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, આ મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામેલું પહેલું મંદિર છે.
Source link