2 વર્ષ પહેલા ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસિક જનાદેશ જનતાએ આપ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારના લોકાભિમુખ શાસનને રાજ્યની જનતાએ વધાવી છે.
દેશ-દુનિયાના વ્યાપક ફલક પર ગુજરાત ઝળહળતું રહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના વારસાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સફળતાપૂર્વક આગળ ધપાવ્યો. અમૃતકાળના પ્રારંભના 2 વર્ષોમાં મુખ્યપ્રધાને જન-સામાન્યના હિતમાં ઝડપથી અનેક નિર્ણયો લીધા અને આ 2 વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના બની રહ્યા છે. 2 વર્ષમાં ‘ટીમ ગુજરાત’ના સહિયારા પ્રયાસોથી દેશ-દુનિયાના વ્યાપક ફલક પર ગુજરાત ઝળહળતું રહ્યું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠક અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું.
ગુજરાત વિદેશી મૂડી રોકાણ આકર્ષવામાં દેશમાં અગ્રેસર
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં ગુજરાતની ઔદ્યોગિક આગેકૂચ જારી રહી. વિશ્વની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવેલા પોલિસી ડ્ર્રીવન ગ્રોથને આગળ વધારતા છેલ્લા 2 વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસીઝ જાહેર કરી. જે પરિણામે ગુજરાત વિદેશી મૂડી રોકાણ આકર્ષવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે. તેથી જ ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રે વૈશ્વિક કંપનીઓના રોકાણના કેન્દ્રમાં ગુજરાત રહ્યું. વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા ‘ટીમ ગુજરાત’ મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળ અહર્નિશ પ્રયાસ કરી રહી છે.
2 વર્ષ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ નીતિઓ
- ખરીદ નીતિ – 2024
- ગુજરાત ટેક્સટાઈલ પોલિસી – 2024
- કુટીર અને ગ્રામોદ્યોગ પોલિસી – 2024
- નારી ગૌરવનીતિ-2024
- ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023
- સેમિકંડક્ટર પોલિસી
- ન્યૂ IT/ITes પોલિસી
- ગ્રીન-હાઈડ્રોજન પોલિસી
Source link