ઉલ્લુ એપ, ALTT, બિગ શોટ્સ… સરકારે ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો

ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આદેશ આપવામાં આવ્યો છે કે, દેશભરમાં સોફ્ટ પોર્ન પ્રકારનું કન્ટેન્ટ પ્રસારિત કરતી 25 વેબસાઇટ્સને તાત્કાલિક બ્લોક કરવામાં આવે. મંત્રાલયને ઘણા લોકો તરફથી એવી ફરિયાદો મળી હતી કે, કેટલાક OTT પ્લેટફોર્મ્સ પર અનૈતિક અને એડલ્ટ કન્ટેન્ટ સતત અપલોડ કરવામાં આવી રહ્યા છે. જેથી સરકારી તંત્રએ કાર્યવાહી કરીને આ પ્લેટફોર્મ્સને પ્રતિબંધિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ડિજિટલ કન્ટેન્ટ વિરુદ્ધ કડક પગલાં
માહિતી પ્રસારણ મંત્રાલયના જણાવ્યા મુજબ, માર્ચમાં જ આવા ડિજિટલ કન્ટેન્ટ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં કુલ 19 વેબસાઈટ્સ, 10 એપ્લિકેશનો અને 18 OTT પ્લેટફોર્મ્સના 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
નોટિફિકેશન મુજબ, આ પ્રકારની અશ્લીલ સામગ્રીના પ્રસારણ સામે IT એક્ટ, 2000 અને તેના નિયમો 2021 અનુસાર મધ્યસ્થીઓ (Intermediaries) જવાબદાર ગણાય છે અને તેમને યોગ્ય પગલાં લેવાની ફરજ છે.
પ્રતિબંધિત એપ્સમાં સામેલ છે
બિગ શોટ્સ, બુમેક્સ, નવરસા લાઈટ, ગુલાબ, કંગન, બુલ, જલવા, વાઉ એન્ટરટેઈનમેન્ટ, લુક એન્ટરટેઈનમેન્ટ, હિટપ્રાઈમ, ફેનિયો, શોએક્સ, સોલ ટોકિઝ, અડ્ડા ટીવી, હોટએક્સ વીઆઈપી, હલચલ, મુડ એક્સ, નિયો એક્સ વીઆઈપી, ફુગી, મોજફિક્સ, ટ્રિફ્લિક્સ, ઉલ્લુ, અલ્ટ બાલાજી અને દેશીફ્લિક્સ જેવી ઘણી એપ્લિકેશનો.