GUJARAT

Surendranagar જિલ્લાની કલેકટર કચેરીએ રાષ્ટ્રધ્વજની સાથે સંયુકત રાષ્ટ્ર સંઘનો ધ્વજ ફરકાવાયો

સમગ્ર દુનિયા અને ભારત દેશમાં ૨૪ ઓકટોબરના રોજ “સંયુકત રાષ્ટ્રસંઘ દિવસ”ની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરી ઉપર રાષ્ટ્રધ્વજની સાથે સંયુકત રાષ્ટ્રસંઘનો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક એકતાના પ્રતિક સમું સંયુકત રાષ્ટ્રસંઘ એક એવી જગ્યા છે કે, જ્યાં વિશ્વના રાષ્ટ્રો એકસાથે ભેગા થઈ શકે, સામાન્ય સમસ્યાઓની ચર્ચા કરી શકે અને ઉકેલ શોધી શકે.
24 ઓકટોબરે ઉજવાય છે દિવસ
યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશોમાં દર વર્ષે ૨૪ ઓકટોબરના રોજ યુનાઇટેડ નેશન્સે ડે (સંયુકત રાષ્ટ્ર સંઘ દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં ભારત, રશિયા, ઓસ્ટ્રેલિયા જાપાન, ચીન, કેનેડા, બ્રાઝિલ, ભૂતાન, જર્મની સહિત ૧૯૩ દેશો આ સંસ્થાના સભ્યો છે. વર્ષ ૧૯૧૩ અને વર્ષ ૧૯૩૯ના વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં હિંસા, આતંક અને હિંસાના વાતાવરણ વચ્ચે વિશ્વના અગ્રણી દેશોના વડાઓએ એકઠા થઈ વિશ્વમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ સ્થાપાય તે માટે સંયુકત રીતે ઈ.સ. ૧૯૪૫ની ૨૪ ઓકટોબરે સંયુકત રાષ્ટ્રસંઘની સ્થાપના કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન )એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે
જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, સામાજિક પ્રગતિ , માનવ અધિકાર ની દ્રષ્ટિએ સહકાર આગળ ધપાવવો અને વિશ્વ શાંતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. યુએનની સ્થાપના દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે અને વાટાઘાટ માટે એક મંચ પૂરુ પાડવા માટે લીગ ઓફ નેશન્સ ના સ્થાને 1945માં બીજા વિશ્વ યુદ્ધ બાદ થઇ હતી. તેમાં તેના હેતુઓને પાર પાડવા માટે અસંખ્ય પેટા સંસ્થાઓનો સમાવેશ થાય છે.
જનરલ એસેમ્બલી
જનરલ એસેમ્બલી એ મુખ્ય સંયુક્ત રાષ્ટ્રસંઘની સહેતુક વિધાનસભા છે. તમામ સંયુક્ત રાષ્ટ્રસંઘ સભ્ય રાજ્યોનું મિશ્રણ, નિયમિત વાર્ષિક સત્રોમાં સભ્ય રાજ્યોમાંથી ચુટાયેલ પ્રમુખની આગેવાની હેઠળ મળે છે. દરેક સત્રનો પ્રારંભ થયા બાદ બે સપ્તાહના ગાળા બાદ દરેક સભ્યોને એસેમ્બલીને સંબોધન કરવાની તક મળે છે. પરંપરાગત રીતે, સેક્રેટરી જનરલ પ્રથમ નિવેદન કરે છે, ત્યાર બાદ એસેમ્બલીના પ્રમુખ કરે છે. પ્રથમ સત્ર 10 જાન્યુઆરી 1946ના રોજ લંડનમાં વેસ્ટમિનીસ્ટર સેન્ટ્રલ હોલમાં બોલાવવામાં આવ્યું હતું અને તેમાં 51 રાષ્ટ્રોના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો હતો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button