દાહોદમાં એન.એ.ના નકલી બહુ ચર્ચિત કોભાંડના કેસમાં તાજેતરમાં નોંધાયેલી ત્રણ પોલીસ ફરિયાદોમાં કુલ 33 વ્યક્તિ વિરુદ્ધ વિશ્વાસઘાત, ઠગાઈનો ગુનો નોંધાયો હતો. જે બાદ આ બહુચર્ચિત કૌભાંડમાં ગઈકાલે નોંધાયેલી વધુ એક પોલીસ ફરિયાદમાં વધુ 11 મહિલાઓ સહિત કુલ 75 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસ સમગ્ર મામલે અતિ સંવેદનશીલ હોવાનું જાણવા મળ્યુ છે.
દાહોદ જિલ્લાના કથિત બહુ ચર્ચિત એન.એ કોભાંડની ચાલી રહેલી તપાસ તેમજ તે મામલામાં પોલીસ દ્વારા શરૂ કરાયેલ ધરપકડના દોરે આ કથિત કૌભાંડમાં સંડોવાયેલા અનેક પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલે બહુ ચર્ચિત આ કથિત નકલી એન એ કૌભાંડમાં દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાહોદ તાલુકા પંચાયતના એટીડીઓએ 11 મહિલાઓ સહિત કુલ જણા વિરુદ્ધ નોંધાવેલી એક ફરિયાદમાં જણાવ્યુ છે કે, કોષ્ટકના અનુક્રમ નંબર 1થી 112માં જણાવેલ કુલ 75 આરોપીઓએ તેમના અન્ય મળતીયાઓ સાથે ભેગા મળી આયોજન કરી તા.27-5-2016 થી તા.12-5-2020ના સમયગાળા દરમિયાન કોઈપણ વખતે તાલુકા પંચાયત કચેરી દાહોદ ખાતે ફરિયાદના કોષ્ટકમાં જણાવેલ રેવન્યુ સર્વે નંબરના બિન ખેતીના હુકમો હેતુફેરના તાલુકા પંચાયત કચેરી દાહોદના નામના સહી સિક્કાવાળા ખોટા બનાવટી બિન ખેતી પરવાનગી ના હુકમાં બનાવી તે હુકમોનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.
સરકારમાં રૂપાંતર પ્રીમિયમની રકમ ન ભરી સરકારની તિજોરીને મોટું આર્ષિક નુકસાન પહોંચાડી સરકાર સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી છે. જેમાં કૌભાંડની ઉપરોક્ત ફરિયાદમાં સંડોવાયેલા 11 મહિલા સહિત કુલ 75 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.જો કે સમગ્ર મામલે પોલીસ વિભાગ સંવેદનશીલતાથી વર્તી રહી છે.પોલીસ પહેલેથી જ સીનીયર સિટીઝન, સીનીયર સિટીઝન મહિલાઓ, શારિરીક રીતે અશક્ત અને ગંભીર બીમારીથી પિડીતો સાથે સંવેદનાથી વર્તવા કટિબધ્ધ છે, ત્યારે એ જ પધ્ધતિથી પોલીસ કાયદાના દાયરામાં રહીને કામગીરી કરી રહી છે. કોઈ ગેરવર્તણૂક પણ કરાશે નહી અને સાચા ખોટા દસ્તાવેજની ખરાઈ કરીને પોલીસ તમામ આરોપીઓને કાયદાની પ્રક્રિયા પૂર્ણ કરાશે તેમ જાણવા મળ્યુ છે, માટે કોઈ પણ પ્રકારનોઉચાટ, ઉદ્વેગ કે ઉત્તેજના ઉભા ના કરવા અને અફ્વાઓ ફેલાવવા કે તેમાં દોરવાઈ જવાથી દુર રહેવુ.
લોકોમાં ફેલાયેલા ગભરાટને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ
દાહોદના નકલી બહુચર્ચિત એન.એ. કૌભાંડના પર્દાફાશ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે, રાજ્યભરમાં ચકચાર મચ્યા બાદ રાજ્ય સરકાર પણ સફાળી જાગી તપાસમાં જોડાઈ હતી, જેને લઈને રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા આ બાબતે તપાસ ટીમ દાહોદ મોકલવામાં આવી હતી. જેને લઈને લોકોમાં ભારે ઉચાટ અને ગભરાટ જોવા મળે છે.
Source link