GUJARAT

Ahmedabad: શેરબજારમાં રોકાણ કરવાના નામે કરોડોની ઠગાઈ, 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ

રાજ્યમાં વધુ એક વખત શેરબજારમાં રોકાણ કરવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં બે લોકો સામે શેરબજારમાં રોકાણ કરીને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી છે.

જીગર પંજાબી, સપના તુલી સામે સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

જેને લઈને સીઆઈડી ક્રાઈમમાં 2 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જીગર તુલી પંજાબી અને સપના મલ્હોત્રા તુલી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે આ બંને લોકોએ કંપની ખોલીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ બંને લોકોએ શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કરાવી આપવાની લોકોને લાલચ આપી હતી અને જેને લઈને રૂપિયા 1.8 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે સીઆઇડી ક્રાઈમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજકાલના યુવાનો શોર્ટકટ રસ્તો અપનાવીને રાતોરાત પૈસાદાર બનવા અવનવા કરતબો અજમાવે છે અને જ્યારે કરતબો તેમના ઊંધા પડે છે, ત્યારે તેમની પાસે પસ્તાવા સિવાય કોઈ રસ્તો હોતો નથી અને જેલની હવા ખાવા સિવાય કોઈ રસ્તો બચતો નથી.

થોડા દિવસ પહેલા ભાવનગરમાં શિક્ષક સાથે થઈ હતી છેતરપિંડી

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ભાવનગર શહેરમાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ ઉપર એક ફોનના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરી તમામ IPO લાગશે તેમજ ટ્રેડિંગનો ચાર્જ પણ ઓછો થશે તેવી લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ 17 વખત ટ્રાન્જેક્શન કરીને કુલ 52,37,000ની રકમ એકાઉન્ટમાં નખાવ્યા બાદ શિક્ષક ચેતનભાઈની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જ્યારે રકમ વિડ્રો કરવાની થઈ ત્યારે રકમ વીડ્રો ના થતા શિક્ષક છેતરાયો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક રેન્જની સાયબર ક્રાઈમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

રેન્જની સાયબર ક્રાઈમમાં શિક્ષક દ્વારા ઓગસ્ટ મહિનામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આરોપીઓને શોધવા અલગ અલગ ટીમ બનાવીને બેન્ક એકાઉન્ટ તપાસી આરોપીઓની લિંક મેળવવામાં આવી હતી અને 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button