ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલના કર્મચારીઓને જાતિ આધારિત અપમાનિત કરી અને ત્રાસ આપવાના પ્રકરણમાં ખુદ ડીઆરટી-1ના કલાર્ક દ્વારા જ ડીઆરટી-1ના જજ(પ્રિસાઇડીંગ ઓફ્સિર) અનિલ ગુપ્તા, ડીઆરટી-2ના રજિસ્ટ્રાર લાલજી યાદવ અને એલિસબ્રિજ પીઆઇ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં ગંભીર રિટ અરજી દાખલ કરી છે.
ડીઆરટી(ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ)ના કોઇ જજ વિરૂધ્ધ હાઇકોર્ટમાં રિટ થઇ હોય તેવી આ પહેલી ઘટના હોઇ ન્યાયતંત્રમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે. ખુદ ડીઆરટી-1ના કર્મચારી એવા કલાર્ક તરફ્થી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અરજદાર ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ(ડીઆરટી)માં વર્ષ 2008થી કલાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે. અરજદાર અનુસૂચિત જાતિના હોવાના કારણે ડીઆરટી-1ના પ્રિસાઇડીંગ ઓફ્સિર અનિલ ગુપ્તા અને રજિસ્ટ્રાર લાલજી યાદવ દ્વારા તેમને ખોટી રીતે હેરાનગતિ અને ત્રાસનો ભોગ બનાવાઇ રહ્યા છે. અરજદારને કોર્ટ પ્રોસિડિંગ્સ દરમ્યાન તેમ જ જાહેરમાં અપમાનિત કરાઇ રહ્યા છે.
ડીઆરટીના અન્ય પટાવાળાને પણ આ જ પ્રકારે જાતિ આધારિત અપમાન અને તિરસ્કારનો ભોગ બનાવાઇ રહ્યા છે. ડીઆરટી-1ના પ્રિસાઇડીંગ ઓફ્સિર અનિલ ગુપ્તા દ્વારા ઉલ્ટાનું અરજદારનો સર્વિસ રેકોર્ડ ખરાબ ચીતરવા માટે ખોટા પત્રકો સામેલ કરી કેટલાક જયુડીશીયલ ઓર્ડરમાં પણ અરજદાર વિરુદ્ધ ટીકાત્મક અવલોકન કર્યા હતા.
Source link