ધોળીધજા ડેમમાંથી વઢવાણ તાલુકાના ગામડાઓમાં પાઈપલાઈન વાટે પાણી જાય છે. ત્યારે રતનપર બાયપાસ રોડ પર આવેલ બે હોટલ માલિકો સામે આ પાઈપલાઈનમાં ચેડા કરી પાણી ચોરી કરી સાર્વજનીક મિલકતોને નુકસાન પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધોળીધજા ડેમમાંથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની પીવાના પાણીની લાઈન જાય છે. આ લાઈન ડેમથી ગુંદીયાળા, વાઘેલા, માળોદ સુધી પહોંચે છે. આ લાઈન રતનપર બાયપાસ રોડ પરથી પસાર થાય છે. ત્યારે આ લાઈનની યોજનાની મરામત અને નિભાવવાની કામગીરી હરિપ્રસાદ કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા કરવામાં આવે છે. ગત જુલાઈ માસમાં પાણીની ફરિયાદો ઉઠતા કંપનીના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરાયુ હતુ. જેમાં યોગીદર્શન સોસાયટી, માધવ હોટલ અને તુલસી હોટલમાં પાણી ચોરી કરવા માટે પાઈપલાઈન સાથે ચેડા કરી 12.5 મીમીનું કનેકશન મુકાયુ હોવાનું સામે આવ્યુ હતુ. પરંતુ યોગી દર્શન સોસાયટીમાં અનેક મકાનો ખાલી હોઈ કંપનીને નામ મળ્યા ન હતા. આ ઉપરાંત યોગીદર્શન સોસાયટીમાં પાણી ચોરી સાબીત કરવા માટે એરવાલ્વથી સોસાયટી સુધી 3-4 કિમી પાઈપલાઈન ખોદવી પડે તેમ હોવાથી કંપનીના સુપરવાઈઝર કૌશીકભાઈ પરમાર દ્વારા હોટલ તુલસી અને હોટલ માધવના સંચાલકો સામે પાણી ચોરીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી જુવાનસીંહ પરમાર ચલાવી રહ્યા છે.
Source link