NATIONAL

‘ભારતને ટુકડામાં વહેંચી રહી છે કોંગ્રેસ’ CWC અધિવેશનના પોસ્ટરમાં નક્શાને લઇને બબાલ

કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસનું અધિવેશન થવાનું છે. જે પહેલા બીજેપીને એક મુદ્દો મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. બેલગવી કોંગ્રેસ સંમેલન માટે શહેરમાં લગાવવામાં આવેલા પોસ્ટરોમાં ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે. પરંતુ નકશામાંથી કાશ્મીરનો ભાગ ગાયબ છે. બેલગાવીમાં આવા પોસ્ટરો જોઈને ભાજપે મુદ્દો ઉઠાવ્યો. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક મળી છે. 26 અને 27 ડિસેમ્બરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ ભારતને તોડવાના સપના જોઇ રહી છે

આ ઘટના સામે ભાજપના નેતાઓએ ભારે વાંધો વ્યક્ત કર્યો છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આ પોસ્ટરમાં બનેલા ભારતના નકશામાં કાશ્મીરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જે અંગે ટિપ્પણી કરતા કહ્યું કે કોંગ્રેસનું તે શક્તિઓ સાથે ગઠબંધન છે જે ભારતને ટુકડાઓમાં વહેંચી રહી છે. આ નકશો (બેનર પર) સ્પષ્ટપણે આ દર્શાવે છે. કોંગ્રેસે અગાઉ પણ ઘણી વખત ભારતના નકશાને બગાડ્યો છે. ભારતના નકશા સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં. આનાથી કોંગ્રેસનો રાષ્ટ્રવિરોધી ચહેરો સામે આવ્યો છે. કોંગ્રેસ ભારતને તોડવાના સપના જોઈ રહી છે.


તેલંગણા ભાજપે શેર કરી હતી તસવીર 

તેલંગાણા ભાજપે આ વિકૃત પોસ્ટરની તસવીર પોસ્ટ કરી છે. તસવીર પોસ્ટ કરતાં તેલંગાણા બીજેપીએ લખ્યું, “કોંગ્રેસની CWC (કમિશન વિથ કલેક્શન)ની બેઠક માટે મુકવામાં આવેલા સત્તાવાર પોસ્ટરો ભારતનો વિકૃત નકશો દર્શાવે છે, જેમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેના આશ્રયદાતા સોરોસને ખુશ કરવા માટે. કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાના મામલામાં સમાધાન કરી રહી છે, આ દેશદ્રોહ માટે દેશની જનતા કોંગ્રેસને પાઠ ભણાવશે. સત્ર બે દિવસ સુધી ચાલશે.

પહેલા ક્યારે યોજાયુ હતુ અધિવેશન ? 

મહત્વનું છે કે કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન 26 અને 27 ડિસેમ્બર, 1924ના રોજ યોજાયું હતું અને તેને ભારતીય સ્વતંત્રતા સંગ્રામની એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આ સત્ર દરમિયાન ગાંધીજીએ રેંટિયા પર સુત્તર કાંતવાની અપીલ કરી હતી. ઐતિહાસિક સંમેલનના મુખ્ય આયોજક ગંગાધર રાવ દેશપાંડે હતા, જેઓ કર્ણાટકના ખાદી ભગીરથ તરીકે જાણીતા હતા. તેઓ બેલાગવીમાં સ્વતંત્રતા સંગ્રામના પ્રણેતા હતા. બેલગવી તે સમયે બેલગામ તરીકે ઓળખાતું હતું. દેશપાંડેએ બેલગામ કોંગ્રેસ અધિવેશનનું આયોજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેની અધ્યક્ષતા ગાંધીજીએ કરી હતી.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button