રાજ્યસભામાં અમિતશાહે ગઇકાલે આપેલા ભાષણ બાદ આજે વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામા ંઆવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરને લઇને વિપક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે.
મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયુ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જેપી નડ્ડા અને અશ્વિની વૈષ્ણવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે, બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની 75 વર્ષની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની ચર્ચા કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે સંસદમાં પક્ષો અને વિપક્ષો હોય અને લોકોના પોતાના વિચારો હોય. પરંતુ જ્યારે સંસદમાં ચર્ચા થાય છે ત્યારે તે તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. પરંતુ ગઈકાલથી કોંગ્રેસે જે રીતે તથ્યોને વિકૃત કરીને રજૂ કર્યા છે તેની હું સખત નિંદા કરું છું.
Source link