હાલોલથી અરાદ, પરોલી જવાના રસ્તા ઉપર છેલ્લા દોઢ માસ ઉપરાંતના સમયથી હાલોલના તળાવમાંથી ઓવરફ્લો થઈને સતત વહેતા પાણીથી મોટા ખાડા પડી જતા અવરજવર કરતા તરખંડા સહિત પંથકના ગામડાની જનતા અને વાહન ચાલકો ભારે હાલાકી વેઠવી પડે છે.
હાલોલનું તળાવ ચોમાસામાં સંપૂર્ણ ભરાઈ જતાં પાણી અરાદ તરફ્ જવાના રોડ ઉપરથી વહેતું રહે છે. અવિરત પાણીનો પ્રવાહ વહેતો રહેતા રોડ પર પાણીનું તળાવ સર્જાય છે. જેના કારણે રસ્તા પરના ખાડા દેખાતા નથી. જેના કારણે નાના વાહન ચાલકો તેમાં પછડાવાના બનાવો પણ બની રહ્યા છે. રોડ પરની ભૂગર્ભ ગટર લાઇનમાં પણ આ પાણીના સતત વહેતા પ્રવાહથી ભૂવા પડી જતાં અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. તરખંડા સહિત પંથકમાં આવેલા ગામડાંના લોકો નોકરી ધંધા, રોજગાર માટે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે હાલોલ જતા વિદ્યાર્થીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
Source link