આજે તા.26 નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકાના નાની પાલ્લી ગામના અમૃત સરોવરના ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી.
જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. મહીસાગર જિલ્લાના બાલાસિનોર, કડાણા, ખાનપુર, લુણાવાડા, સંતરામપુર અને વીરપુર તાલુકામાં આવેલા 77 અમૃત સરોવર પર બંધારણ દિવસની ઉજવણી કરી દરેક સ્થળ પર બંધારણના આમુખનું વાંચન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા તાલુકા વિકાસ અધિકાર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source link