અયોધ્યામાં બને રહેલું રામમંદિર આગામી વર્ષે જૂન સુધીમાં સંપૂર્ણ તૈયાર નહીં થાય, બલકે તેમાં વધુ ત્રણ મહિનાનો સમય લાગશે અને તે સપ્ટેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણ થશે, એમ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શ્રીરામલલાની પ્રતિમાની નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે મંદિરની ચાર દીવાલમાં 8.5 લાખ ઘનફૂટ લાલ બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે અને આ પથ્થર અયોધ્યા આવી ગયા છે. પરંતુ 200 શ્રામિકોની ઘટ છે, તેથી નિર્માણકાર્યમાં મોડું થઈ રહ્યું છે. મિશ્રાાએ કહ્યું કે રામમંદિરનું નિર્માણ હવે જૂન 2025માં નહીં, બલકે સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂરું થશે.
તેમણે એમ પણ કહ્યું કે પ્રથમ તલ પર કેટલાક પથ્થર નબળા અને પાતળા દેખાય છે, તેની જગ્યાએ મકરાણાના પથ્થર લગાડવામાં આવશે. બધી પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે સભાગાર, સીમા અને પરિક્રમા પથ જેવી સંરચનાઓ હજુ બનાવવાની છે. રામમંદિરમાં રામલલાનાં દર્શન બાદ બહાર નીકળવાના માર્ગ બાબતે નવેસરથી ચર્ચા થઈ રહી છે. તેને વધારે સુવિધાજનક બનાવાશે. અત્યારે જન્મભૂમિ પથ સામે સતત શ્રાદ્ધાળુઓની ભીડ રહે છે, જેનાથી મંદિરમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી થાય છે.પહેલાંથી સ્વીકૃત શ્રીરામલલાની બે મૂર્તિઓને યોગ્ય સ્થાન અપાશે
મૂર્તિકારે આશ્વાસન આપ્યું છે કે ડિસેમ્બર સુધીમાં મંદિરની બધી મૂર્તિઓ બનાવી દેવાશે. પ્રતિમાઓ જયપુરમાં તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં રામ દરબારની પ્રતિમા, સાત મંદિરોની પ્રતિમા સહિત અન્ય સામેલ છે. ડિસેમ્બર સુધીમાં તે બધી અયોધ્યા આવી જશે પછી નિર્ણય લેવામાં આવશે કે ક્યાં મૂકવામાં આવે.
Source link