GUJARAT

Bodeli: શિહોદ પુલ પાસે સ્થાનિકો દ્વારા જનતા ડાયવર્ઝનનું નિર્માણ

શિહોદ પુલની બાજુમાં જનતા ડાયવર્ઝન તૈયાર કરી તેના પરથી લાઈટ વ્હીકલ્સ પસાર થાય તેવું આયોજન કરાયું છે. બે મહિના પહેલા શિહોદનો પુલ તૂટયો હતો. તે જ દિવસે NHAIનું ડાયવર્ઝન પણ ધોવાયું હતું. નેશનલ હાઇવે 56 પર આવેલ આ બાંધકામો ધ્વસ્ત થતાં અત્રેથી પસાર થતા વાહનોને વૈકલ્પિક માર્ગ સૂચવ્યો હતો.

જેને પગલે વાહતુકોને 20 કિમી. એક દિશામાં વધુ અંતર કાપી ગોળ ઘૂમીને જવું પડતું હતું. દિવાળીના તહેવારો પૂર્વે ડાયવર્ઝન તૈયાર થાય તો જેતપુર પાવી સેન્ટરને તેનાથી મોટો ફાયદો પહોંચે તેમ હોવાથી વેપારી વર્ગમાંથી વાહન વ્યવહાર ઝડપથી શરૂ થાય તેવી માગો ઉઠી હતી. માત્ર 72 કલાકમાં જનતા ડાયવર્ઝન તૈયાર કરી દેવાયું હતું.

NHAIનું અધિકૃત ડામર સપાટીનું ડાયવર્ઝન રૂા.ચાર કરોડના ખર્ચે નવું બનાવવા ટેન્ડર બહાર પડાયેલું છે. જે ક્યારે બનશે તે હજી નક્કી નથી. શિહોદ પાસેના બાંધકામો તૂટી પડતા વાહન વ્યવહાર સાવ થંભી ગયો છે. સમગ્ર વિસ્તારનો વિકાસ રુંધાવા લાગ્યો છે. માત્ર જેતપુર પાવી એકલું જ નહીં સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અને મધ્યપ્રદેશના સંબંધિત ગામોને પણ તેની વ્યાપક અસર થઈ રહી હતી. દિવાળી પૂર્વે જનતા ડાયવર્ઝન તૈયાર થઈ જતા આ વિસ્તારના ગામો માટે બાઈકો, રીક્ષા, કાર, છકડા સહિતના LMV વાહનો પસાર થવા માટે ભારજ નદીમાંથી માર્ગ તૈયાર થતાં હવે ટેમ્પરરી રાહત સર્જાઇ રહી છે. આ જનતા ડાયવર્ઝન નિર્માણ માટે જેતપુર પાવી પંચાયતના ઉપસરપંચ મોન્ટુભાઈ શાહ તેમજ તેમના સાથી કાર્યકરોની ટીમ દ્વારા સખત મહેનત કરાઇ હતી.

NHAIનું ડાયવર્ઝન ક્યારે બનાવશે ? લોકો બળવતર

શિહોદ પુલની બાજુમાં સ્થાનિક આગેવાનો દ્વારા પોતાના ખર્ચે જનતા ડાયવર્ઝન બનાવી દેવાયું છે. આ એક ટેમ્પરરી લોકો દ્વારા નિર્માણ કરાયેલ બાંધકામ છે. સરકારનું અધિકૃત બાંધકામ નથી. NHAIનું ડાયવર્ઝન રૂા.4 કરોડના ખર્ચે નવુ બનાવવા ટેન્ડર કરેલું હતું. જેની એજન્સી પણ ફ્ક્સિ થઈ છે. હજી સુધી આ બાંધકામ ક્યારે શરૂ થશે તે નક્કી નથી. ઝડપથી એનએચએઆઈ દ્વારા નવું ડાયવર્ઝન બનાવવાની પ્રક્રિયા હાથ ધરવા માંગણી બળવતર બની છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button