સ્પોર્ટ્સ
RCBના બોલર વિરુદ્ધ વધુ એક બળાત્કારનો કેસ, ક્રિકેટ કરિયર પર સંકટના વાદળો ઘેરાયા

બે વર્ષ પહેલાં જયપુરમાં પીડિતાની મુલાકાત યશ દયાલ સાથે થઈ હતી. તે સમયે તે સગીર હતી. આઈપીએલ-2025 મેચ દરમિયાન જયપુર આવેલા યશ દયાલે છોકરીને સીતાપુરાની એક હોટલમાં બોલાવી તેની સાથે બળાત્કાર કર્યો.
ઈમોશનલ બ્લેકમેઇલ અને સતત શોષણથી પરેશાન, પીડિતાએ 23 જુલાઈના રોજ કેસ દાખલ કર્યો. યુવતી પર પહેલી વાર બળાત્કાર થયો હતો જ્યારે તે 17 વર્ષની સગીર હતી. જેના પગલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે.
અગાઉ હાઈકોર્ટમાંથી ધરપકડમાંથી રાહત મળી હતી
ઉલ્લેખનીય છે કે અગાઉ 8 જુલાઈના રોજ યુપીના ગાઝિયાબાદની એક યુવતીએ પણ યશ પર લગ્નના બહાને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં યશને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડમાંથી રાહત મળી હતી.