ચાઈનીઝ લસણ મામલે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ છે. ગત સપ્તાહે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉપલેટાથી ચાઈનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું હતુ. તેમાં ચાઈનીઝ લસણ મામલે વિરોધ થતાં યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. તેમાં રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે લસણના સોદા બંધ રાખવામાં આવ્યા છે.
ચાઈનીઝ લસણ મુદ્દે ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી
ચાઈનીઝ લસણ મુદ્દે ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી અને રોષ છે. તેમજ ગોંડલમાં ચાઈનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ છે. માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં આવશે નહિ. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. જેમાં ઉપલેટાના ખેડૂત ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા. ગોંડલમાં આવેલા ચાઇનીઝ લસણને લઈ રાજકોટમાં પણ લસણની હરાજી બંધ રહેશે. તેમાં ખેડૂતોને લસણ લઈ આવવા મનાઈ કરવામાં આવી છે.
ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ
ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે. રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશને ગોંડલમાં મળી આવ્યું તે લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા છે અને સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન અપાયું છે. ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે. ઉપલેટાના ગોડાઉનમાં પણ ચાઈનીઝ લસણ પકડાયાની વાતો વહેતી થઈ છે. વેપારીઓને શંકા છે કે ભારતના પ્રતિબંધને અવગણીને ચીને વાયા અન્ય દેશથી ભારતમાં ટનબંધ લસણ ઠાલવી દીધું છે.
Source link