GUJARAT

Lakhtar: APMCમાં ગોડાઉનને લઈ વિવાદ, વાઈસ ચેરમેન અને સેક્રેટરીએ સામ-સામે કર્યા આક્ષેપ

લખતર ખાતે આવેલું લખતર એપીએમસી વિવાદોમાં આવ્યું છે. લખતર એપીએમસીના વાઈસ ચેરમેન દ્વારા સેક્રેટરી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાન અન્ય વ્યક્તિઓને દુકાનદારને પૂછ્યા વગર ભાડે આપી દેતા એપીએમસી ચેરમેન કમલેશ હાડી દ્વારા એપીએમસી સેક્રેટરી ઉપર ખોટી રીતે ભાડે દુકાન આપી દેવાનો વિવાદ વકર્યો છે.

દુકાન ધારક ધવલ સૂર્યકાંત પટેલ દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે એપીએમસી સેક્રેટરી ડી.ડી.મોરીએ અમારી દુકાન અમનેના આપીને અમારી દુકાનને અન્ય લોકોને હાલ ભાડે આપી દઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કોઈ કરાર વગર દુકાનો ભાડે આપી દીધી

ત્યારે એપીએમસીના વાઈસ ચેરમેન કમલેશ હાડી દ્વારા સેક્રેટરીને પૂછતા એગ્રીમેન્ટ અથવા ભાડા કરાર માગતા સેક્રેટરી ડી.ડી મોરી દ્વારા કોઈ જાતના એગ્રીમેન્ટ ના દેખાડતા વાઈસ ચેરમેન કમલેશભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે એપીએમસી સેક્રેટરી ડી.ડી મોરીને પૂછતા સેક્રેટરી ડી.ડી મોરી જણાવ્યું કે હાલ એક મહિના પહેલા કન્સ્ટ્રક્શન કામ પૂરું થઈ અને કમ્પ્લીટેશન સર્ટી આવ્યું છે અને આપેલ છે જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ તદ્દન પાયાવિહોણા છે.

જે એકથી ચાર દુકાન ધવલકુમાર સૂર્યકાંત પટેલને આપેલી છે, તે દુકાનોના 4.30 લાખ રૂપિયા ભરેલા છે અને અન્ય પેમેન્ટ બાકી હોય તેને લઈ દુકાન સોંપવામાં આવતી નથી અને ડી.ડી મોરીના જણાવ્યા મુજબ ધવલકુમાર સૂર્યકાંત પટેલ દ્વારા દુકાન પરત એપીએમસીને સોંપવા માટે માંગણી કરેલી, તે એપીએમસીના ચેરમેન વાઈસ ચેરમેન અને ડિરેક્ટરોને એન્જિનિયર દ્વારા ઠરાવ મુજબ 33 ટકા કપાત કરી અને રી સેલ કરી 67 ટકા રકમ દુકાનદારને રિફંડ આપવા માટેની ઠરાવ કરવામાં આવ્યો હતો.

ઠરાવ મુજબ 33 ટકા રકમ કપાત કરી 67 ટકા રીફંડ આપવાની હોય છે

જ્યારે ધવલકુમાર સૂર્યકાંત પટેલ અને વાઈસ ચેરમેન કમલેશ હાડી દ્વારા એપીએમસી સેક્રેટરી ઉપર આક્ષેપ નાખતા કહ્યું હતું કે આ દુકાન ના સોંપતા અન્ય વ્યક્તિને ભાડા પટે આપી દેતા સેક્રેટરી દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. ત્યારે એપીએમસી સેક્રેટરી ડી.ડી મોરી દ્વારા જણાવ્યા મુજબ જે ચાર દુકાનો એકથી ચાર નંબરની છે તે દુકાન દુકાન ધારકે પરત પાછી માંગેલ હોય અને ઠરાવ મુજબ 33 ટકા કપાત કરી 67 ટકા રીફંડ આપવાની હોય છે, ત્યારે તેની અંદર ઠરાવ મુજબ રિ સેલ કરી તેનું પેમેન્ટ આવ્યા બાદ દુકાનદારને પેમેન્ટ ચૂકવવા માટે ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ, સેક્રેટરી અને વાઈસ ચેરમેન દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરતા એપીએમસી વિવાદોમાં સપડાઈ છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button