GUJARAT

Viramgam: ટેન્કરમાંથી રાંધણ ગેસ ચોરીના ખેલનો પર્દાફાશ

વિરમગામ બાયપાસ કચ્છ તરફ્ જતા હાઇવે માર્ગ પર દોલતપુરા ગામના પાટિયા પહેલા રામદેવ હોટલ પર એલપીજી ગેસ ટેન્કરમાંથી ચોરી કરી ગેસની કોમર્શિયલ બોટલ ભરવાનુ કૌભાંડ ચાલતુ હોવાની બાતમી જિલ્લા ગ્રામ્ય એસઓજી પોલીસ ગ્રુપના એએસઆઇ તેજદીપસિંહ અને હર્ષદભાઇને મળતા ત્રણ ટેન્કરમાંથી કરાતી ચોરી સમયે જ સ્ટાફની ટીમે ત્રાટકીને ચોરીનો પર્દાફશ કર્યો હતો. ટીમે 4 વ્યક્તિની ધરપકડ સાથે કુલ રૂ.64,20,100 કિંમતનો મુદ્દામાલ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસઓજી ગ્રુપને પાકી બાતમી મળતા ટીમ રામદેવ હોટલ પર ત્રાટકી હતી. જ્યાં ત્રણ ગેસ ટેન્કર થોભેલા હતા. જેમાં વાલ્વ સિસ્ટમ સાથે ચેડાં કરીને કોમર્શિયલ ગેસની બોટલો ભરવામાં આવી રહી હતી. પોલીસે ચાર વ્યક્તિની અટક કરી સાથે ત્રણ ગેસ ભરેલા ટેન્કર, ચોરીમાં ઉપયોગ લેવાતી તૈયાર કરેલી સાધન સામગ્રી, 36 નંગ ભરેલી કોમર્શિયલ ગેસ બોટલ, 8 ખાલી ગેસ બોટલ, એક માલવાહક નાનુ વાહન, 4 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 64,20,100 કિંમતનો મુદ્દામાલ કબજે કરી પુછ પરછ શરૂ કરી હતી. ગણેશ દરબાર નામના વ્યક્તિને જગ્યાનું માસિક ચાલીસ હજાર ભાડું ચૂકવીને મુળ રાજસ્થાન ઝાલોર જિલ્લાના સાયલા ગામનો રહેવાસી દેવારામ ભિખારામ ચૌધરી ઉં.વ. 28નો નામનો યુવાન રામદેવ નામની હોટલ ચલાવે છે. દયારામ ચૌધરી તેનો મિત્ર જયદીપ દલસુખભાઈ પટેલ રહે. અમદાવાદનો યુવાન મળીને કંડલાથી ગેસ ભરીને પસાર થતાં ટેન્કરના ચાલકો સાથે સાંઠગાંઠ કરતા હતા અને ટેન્કર હોટલ પર થોભાવી તેમાંથી ગેસ ચોરી કરાતી હતી. ગેસ બોટલોનું વેચાણ કરતા હોવાનો પર્દાફશ થયો હતો. ગેસ ટેન્કરના ચાલકોને એક બોટલ દીઠ પાંચસ રૂપિયા ચૂકવાતા હતા. પોલીસે દેવારામ ભિખારામ ચૌધરી, ટ્રક ચાલક સુરેશકુમાર રાજબહાદુર સરોજ ઉંમર 46, રહે. ઉત્તરપ્રદેશના ઉમરડીહા, અજયકુમાર ભારત સરોજ ઉંમર, 32 રહે. રામપુર યૂપી અને રાજપતી નાનકુરામ સરોજ ઉંમર 45, રહે. રામપુર ઉત્તર પ્રદેશના ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી અને જયદીપ દલસુખભાઈ પટેલની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા હતા. પાંચેય વ્યક્તિઓ વિરૂદ્ધ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ગેસ કટિંગનું કરતૂત દોઢ માસથી ચાલતું હતું

ટેન્કરમાંથી રાંધણ ગેસ ચોરી કરવાના ગુનાનો એક આરોપી જયદીપ દલસુખભાઈ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જયદીપ સાણંદમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ધંધો ચલાવે છે. જે ટેમ્પોમાં ખાલી બોટલો લઈને હોટેલ પર આવતો હતો અને ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરાતું હતુ. જયદીપ હોટલ ચલાવનાર દેવારામને એક બોટલે રૂ. 200 આપતો હતો. કંડલાથી ગેસ ભરી આવતી ટેન્કરના સાંઠગાંઠવાળા ચાલક પસાર થવાના હોય ત્યારે ગેસ કટિંગનો ખેલ દોઢેક મહિનાથી પાડવામાં આવતો હતો. ત્રીજી વખત ગેસ કટિંગ કરાતું હતુ અને પોલીસે ત્રાટકી હતી. જ્યારે ઝડપાયેલા ચાર આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી કસ્ટડી હવાલે કરાયાનું પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button