આનંદનગરની મહિલાએ એક જાહેરાત જોઇને જયોતિષને ફોન કરતા ઘરમાંથી કંકાસ દૂર કરવા તેમજ છૂટાછેડા કરાવીને બિઝનેસમેન સાથે લગ્ન કરાવવાની લાલચ આપીને અલગ અલગ હવન પેટે 19.88 લાખ રૂપિયા ગઠીયા દંપતિએ પડાવ્યા હતા.
તેમજ ગઠીયા દંપતિએ વધુ બે કરોડની માંગણી કરતા મહિલાએ પૈસા નથી તેમ કહ્યું તો બંનેએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ અંગે મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગઠીયા દંપતિ નીતુ અને અલ્કેશ જોશી વિરૂદ્ધમાં ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સેટેલાઇટના 49 વર્ષીય મહિલાને વર્ષ 2004માં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાન થયા હતા. જોકે, પરિવારમાં ઘર કંકાસ હોવાથી તેમણે એક જયોતિષની એડવર્ટાઈઝ જોઇને વાતચીત કરતા મનિષા ઉર્ફે નીતુ જોષી નામની મહિલાએ યંત્રો બનાવવા પડશે તેમ કહીને 6 હજાર રૂપિયા પડાવ્યા હતા. બાદમાં અલગ-અલગ હવન અને શાંતિ કરાવવાની વિધિના નામે મનિષાના પતિ અમિત ઉર્ફે અલ્કેશે રૂ. 19.88 લાખ પડાવ્યા હતા અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો.
Source link