ભારતે અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપનો તોફાની પ્રારંભ કર્યો છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 20 ઓવરનું ટાર્ગેટ માત્ર 26 બોલમાં જ ચેઝ કરી લીધું હતું અને તેની સાથે જ તેણે કેરેબિયન ટીમ સામે 9 વિકેટે શાનદાર જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝને આટલી જોરદાર રીતે પરાજય આપ્યા બાદ ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાના અન્ય હરીફોને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
નિકી પ્રસાદના નેતૃત્વ હેઠળની ભારતીય મહિલા ટીમે વિન્ડીઝ સામેની મેચમાં સમગ્ર રમત દરમિયાન પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.પહેલા બેટિંગ કરવા ઊતરેલી વિન્ડીઝ ટીમ સામે ભારતની મહિલા બોલર્સે કાળો કેર વર્તાવ્યો હતો અને કેરેબિયન ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. વિન્ડીઝની ટીમ 13.2 ઓવરમાં માત્ર 44 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં વિન્ડીઝનો આ અત્યાર સુધીનો સૌથી નાનો સ્કોર છે. ભારતને જીત માટે 45 રનનું ટાર્ગેટ મળ્યં હતું જે તેણે માત્ર 4.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરીને જીત મેળવી હતી.
Source link