ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાડી દેશોના ક્રૂડ ઓઇલથી લઇને અમેરિકી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રૂડ ઓઇલ 72 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયો છે. જ્યારે ડબલ્યુટીઆઇ 70 ડોલરથી નીચે આવી ગયો છે. ત્યારે શું આ કારણો સર હવે પેટ્રોલની કિંમતમાં ઘટાડો જોવા મળે ખરો ?આવો જાણીએ।
કાચા તેલની કિંમતમાં ઘટાડો
નિષ્ણાંતોના મતે ચીન અને અમેરિકાના ડેટા ખરાબ હોવાને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઓપેકે પણ 1 ઓક્ટોબરથી ઉત્પાદન વધારવાના સંકેત આપ્યા છે. જેની અસર કાચા તેલની કિંમતોમાં જોવા મળી રહી છે. લિબિયાના ઉત્પાદનનો મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
તો શું ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ ?
નિષ્ણાંતોનું માનવું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી શકે છે. કેટલાક લોકોનું કહેવું છે કે ગલ્ફ દેશોનું તેલ 65 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવી શકે છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે જો બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 70 ડોલરથી નીચે આવે છે તો ઓપેક ઉત્પાદન વધારવાના નિર્ણયને મોકૂફ રાખી શકે છે. આવી સ્થિતિમાં કાચા તેલના ભાવ ફરી વધશે. બીજી તરફ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો પણ ક્રૂડ ઓઈલના ભાવને ટેકો આપશે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? નિષ્ણાંતોના મતે જો ક્રૂડ ઓઈલની કિંમત 65 ડોલર સુધી પહોંચે છે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
બ્રેન્ટ ક્રૂડ 73 ડોલરની નીચે ગબડ્યું
ગલ્ફ દેશોમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 73 ડોલરની નીચે આવી ગઈ છે. વિદેશી બજારો અનુસાર ટ્રેડિંગ સેશન દરમિયાન બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 72.61 ડોલર પ્રતિ બેરલ પર જોવામાં આવ્યું હતું. જો કે હાલમાં કિંમતો $73.55 પર જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 6.33 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ જો 15 ઓગસ્ટ પછી વાત કરીએ તો ગલ્ફ દેશોમાં તેલની કિંમતમાં 10.36 ટકાનો ઘટાડો થયો છે. કેટલાક નિષ્ણાતોના મતે ગલ્ફ દેશોમાંથી ક્રૂડ ઓઈલમાં 5 થી 8 ડોલરનો વધુ ઘટાડો થઈ શકે છે.
યુએસ ઓઇલ 70 ડોલરની નીચે
બીજી તરફ અમેરિકન ક્રૂડ ઓઈલની કિંમતમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. માહિતી અનુસાર, કારોબારી દિવસ દરમિયાન અમેરિકન તેલની કિંમત $69.10 પ્રતિ બેરલ પર આવી. હાલમાં અમેરિકન તેલની કિંમત પ્રતિ બેરલ $69.98 પર ટ્રેડ થઈ રહી છે. જોકે, પ્રતિ બેરલ 7.14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 15 ઓગસ્ટથી અમેરિકન તેલની કિંમતમાં 11.59 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન તેલના ભાવ પ્રતિ બેરલ $63 સુધી જઈ શકે છે.
ક્રૂડ ઓઈલ સસ્તુ થવાના કારણો ?
- અમેરિકન મેન્યુફેક્ચરિંગ ડેટા બહાર આવ્યા છે જે અપેક્ષા મુજબ નથી. બીજી તરફ અમેરિકામાં મંદીની ચર્ચા જોરમાં છે. જેના કારણે માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
- ચીનનો ડેટા પણ સારો નથી. જેની અસર કાચા તેલની માગ પર દેખાઈ રહી છે.
- જો વિશ્વના સૌથી મોટા આયાતકાર ક્રૂડ ઓઈલની ખરીદીમાં ઘટાડો કરે તો ભાવમાં ઘટાડો થવો સ્વાભાવિક છે.
- 1 ઓક્ટોબરથી ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECએ કહ્યું છે કે તે 1 ઓક્ટોબરથી ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારશે એટલે કે બજારમાં વધુ પુરવઠો રહેશે. જેની અસર કાચા તેલની કિંમતોમાં ઘટાડાના સ્વરૂપમાં જોવા મળશે.
- લિબિયામાં ઉત્પાદન અને પુરવઠાનો મુદ્દો ઉકેલાઈ જવાની ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં પુરવઠામાં વધુ વધારો જોવા મળશે. એટલે કે જેવુ તેલ બજારમાં આવશે એટલે ભાવમાં ઘટાડો જોવા મળશે.
પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે?
હવે કાચા તેલના ભાવમાં ઘટાડો તો થયો પરંતુશું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે ખરા ? તે વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $65ની નજીક આવે છે કે નહીં તેના પર નિર્ભર છે. જો ભાવ ઘટવાનું ચાલુ રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે. જો કિંમતોમાં વધારો થશે તો માર્ચના મધ્યભાગથી જે રીતે ભાવ હતા તે જ રહેશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ઘટાડો 15 માર્ચે જોવા મળ્યો હતો. સરકારે 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
Source link