- 12 કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે
- ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 3 કિમીની ઝડપે આગળ વધ્યુ
- વાવાઝોડુ સૌરાષ્ટ્ર, કચ્છથી અરબી સમુદ્ર તરફ આગળ વધ્યું
ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો જોવા મળ્યો છે. જેમાં ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડુ આગળ વધ્યુ છે. ત્યારે 12 કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે. તેમજ ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 3 કિમીની ઝડપે આગળ વધ્યુ તેમાં વાવાઝોડુ સૌરાષ્ટ્ર, કચ્છથી અરબી સમુદ્ર તરફ આગળ વધ્યુ છે.
ગુજરાતમાં આસના વાવાઝોડુ ગમે તે સમયે આવી શકે છે
ગુજરાત રાજ્યના લોકોને સાવધાન થઈ જવા જેવુ છે. જેમાં ગુજરાતમાં આસના વાવાઝોડુ ગમે તે સમયે આવી શકે છે. તેમાં આજે ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. મેઘકહેર બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડુમાં રૂપાંતરિત થઇ છે. જેમાં જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલર્ટ આપ્યું હતુ.
વાવાઝોડાનું નામ આસના અપાયુ
હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની ઉપર બનેલા ડીપ ડિપ્રેશનનું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે કચ્છ અને પાકિસ્તાનના તટો પાસે ઉત્તર પૂર્વ અરબ સાગરની ઉપર ઉભરવાના અને શુક્રવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની શક્યતા રહેલી છે. જ્યારે તે વાવાઝોડામાં ફેરવાઈ જશે તો તેનું નામ આસના રાખવામાં આવશે. આ વાવાઝોડાનું નામ પાકિસ્તાને આપ્યું છે. 1891થી 2023 સુધી ઓગસ્ટમાં અરબ સાગર પર ફક્ત 3 ચક્રવાતી તોફાન વિક્સિત થયા છે. હવામાન વિભાગે જણાવ્યું કે 1976 બાદ ઓગસ્ટમાં અરબ સાગર પર બનનારું આ પહેલું વાવાઝોડાનું તોફાન હશે.
ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડની અસર રહેશે
આઈએમડીના આંકડા મુજબ આ વર્ષ 1 જૂનથી લઈને 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં 799 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે આ સમયગાળામાં સામાન્ય રીતે 430.6 મિની વરસાદ પડે છે. આ સમયગાળામાં સામાન્યથી 86 ટકા વધુ વરસાદ પડ્યો છે. તેમજ વાવાઝોડાનો માર્ગ પાકિસ્તાન તરફનો રહેવાની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે. તેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે. તેમજ ઓમાનના દરિયાકાંઠે 2 સપ્ટેમ્બરે વાવાઝોડુ ટકરાશે. તેમાં ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડની અસર રહેશે.
Source link