GUJARAT

Dahod: દહેજની માગણી કરી બીજા લગ્ન કરવા પરિણીતા સાથે પતિની મારઝૂડ

દાહોદ શહેરમાં જુના વણકરવાસ હાડકા મીલ રોડ વિસ્તારમાં રહેતાં 35 વર્ષિય અમરીનબીબી મુસ્તકીમ કુરેશીના લગ્ન તા.09.03.2021ના રોજ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના જાવરા ખાતે રહેતાં મુસ્તકીમ યુનુસ કુરેશી સાથે થયાં હતાં.

લગ્નના થોડા સમય સુધી પરણિતા અમરીનબીબીને પતિ મુસ્તકીમ તેમજ સાસરીપક્ષના અમ્મો યુનુસ કુરેશી વિગેરે સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર પતિ તથા સાસરીયાઓ દ્વારા પરણિતા સાથે મારઝુડ કરી, તુ તારા પિતાના ઘરેથી દહેજમાં કંઈ લાવી નથી, તેમ કહી અને મુસ્તકીમ માટે બીજી પત્નિ લાવવા સારૂ પરણિતા અમરીનબીબી સાથે પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી બેફામ ગાળો બોલતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા અમરીનબીબીએ પોતાના પિયરની વાટ પકડી હતી અને આ સંબંધે અમરીનબીબી મુસ્તકીમ કુરેશી દ્વારા પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button