- ડર્ટ ટ્રેક નેશનલ ચેમ્પિયનશિપનો બીજા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું
- ડર્ટ ટ્રેક રેસિંગમાં રાઇડર્સે પ્રેક્ટિસ દરમિયાન દિલધડક સ્ટંટ કર્યા હતા
- કુલ 95 રાઇડર્સે ડર્ટ ટ્રેક નેશનલ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં ભાગ લીધો
વડોદરા શહેરમાં આવતીકાલે રવિવારે ડર્ટ ટ્રેક નેશનલ ચેમ્પિયનશિપનો બીજા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ડર્ટ ટ્રેક રેસિંગમાં રાઇડર્સે પ્રેક્ટિસ દરમિયાન દિલધડક સ્ટંટ કર્યા હતા.
વડોદરા શહેરના 25 ઉપરાંત બેંગ્લોર, મુંબઈ, સતારા, નાગપુર, પુણે અને પંજાબના મળી કુલ 95 રાઇડર્સે ડર્ટ ટ્રેક નેશનલ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં ભાગ લીધો છે. શનિવારે પ્રેક્ટિસ સેશનમાં કાદવ કીચડમાં રાઇડર્સના દિલ ધડક સ્ટંટ જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પુણેની ૭ વર્ષની રાઇડર રિદા સૈયદ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. રીદાએ ૫૦ સીસી અને તેના ૧૪ વર્ષના ભાઈ ફૈઝ સૈયદે ૧૫૦ સીસી બાઇક હંકારી હતી.
Source link