ઊંચા ફુગાવા અને ધીમા આર્થિક વૃદ્ધિ દરને કારણે હાલ પડકારોમાંથી પસાર થઈ રહેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી કમિટિની બેઠક ચોથી ડિસેમ્બરથી શરૂ થઈ હતી. જે આવતીકાલ છઠ્ઠી ડિસેમ્બરના રોજ પૂરી થનારી છે.
એટલે કે, આવતીકાલે આરબીઆઈ પોતાની નાણાં નીતિ જાહેર કરશે. પણ મધ્યસ્થ બેંક માટે વ્યાજદર અંગે નિર્ણય કરવો લોઢાના ચણા ચાવવા બરાબર છે. કેમ કે, હાલ ફુગાવાનો દર 6.21 ટકા છે, જે ચાર ટકાના અંદાજ કરતાં વધુ છે. બીજી તરફ આર્થિક વૃદ્ધિ દર પણ ધીમો જોવા મળી રહ્યો છે. બીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને 5.4 ટકા થયો છે. જેના પગલે આર્થિક સ્થિતિ સુધારવા આરબીઆઈ પર સરકારનું પણ દબાણ છે. આવી સ્થિતિમાં વ્યાજદર અંગે કોઈપણ નિર્ણય કરવો આરબીઆઈ માટે લોઢાના ચણા ચાવવા જેવો છે.
Source link