- દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે
- એક્ટ્રેસ હાલમાં બ્રેક એન્જોય કરી રહી છે
- રણવીર સિંહની માતાએ એક મોટો ખુલાસો કર્યો છે
બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં તેની પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. દીપિકાનું પહેલું સંતાન દીકરો હશે કે દીકરી એ જાણવા માટે ફેન્સ પણ એક્સાઈટેડ છે. પરંતુ દીપિકાની ડિલિવરી પહેલા જ એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસને એક પુત્ર થશે. આવું એક્ટ્રેસનો પરિવાર કહી રહ્યો છીએ.
પરિવારે લગાવ્યું હતું અનુમાન
દીપિકા અને રણવીરે ફેબ્રુઆરી 2024માં ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. ત્યારથી આ સારા સમાચારને લઈને ફેન્સ પણ એક્સાઈટેડ છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ પરિવારનું અનુમાન છે કે દીપિકા એક ‘પુત્ર’ને જન્મ આપશે. દીપિકાના સાસુનું માનવું છે કે આ સમયે તેમની વહુના ફેસ પર એક અલગ જ ચમક છે, જેના કારણે એવું લાગે છે કે દીપિકાને પુત્ર થશે. આ સિવાય પરિવારના અન્ય સભ્યનું માનવું છે કે દીપિકાને પુત્ર થશે. દીપિકા અને રણવીર પુત્રના માતા-પિતા બનશે કે પુત્રી તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
ડિલિવરી ક્યારે થશે?
જો એક્ટ્રેસની ડિલિવરી વિશે વાત કરીએ, તો કપલના નજીકના સૂત્રએ ખુલાસો કર્યો છે કે દીપિકા 28 સપ્ટેમ્બર, 2024 ના રોજ તેના પહેલા બાળકને જન્મ આપશે. મળતી માહિતી મુજબ દીપિકા સાઉથ બોમ્બે સ્થિત હોસ્પિટલમાં તેના પહેલા બાળકને જન્મ આપી શકે છે. પરંતુ હાલમાં એક્ટ્રેસ બ્રેક પર છે અને એન્જોય કરી રહી છે.
નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે દીપિકા-રણવીર
હાલમાં જ દીપિકાના સાસુએ પણ બાળકના જન્મ પર ખુશી વ્યક્ત કરી હતી અને બધાનો આભાર પણ માન્યો હતો. દીપિકા અને રણવીર પણ તેમના આવનાર બાળક માટે ખૂબ જ એક્સાઈટેડ છે. આ સાથે જ બાળકના જન્મ પછી કપલ 110 કરોડ રૂપિયાના નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે. આ સમયે દીપિકા પોતાના કામથી પણ દૂર છે.
મેટરનિટી લીવ પર રહેશે દીપિકા
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકના જન્મ પછી દીપિકા બ્રેક પર હશે. દીપિકા તેના બાળકને સંપૂર્ણ સમય આપવા માંગે છે અને તેથી તે ડિલિવરી પછી તરત જ કામ પર પરત નહીં ફરે. મીડિયા રિપોર્ટ મુજબ એક્ટ્રેસ થોડા મહિનાઓ સુધી તેના બાળકની સંભાળ રાખશે અને આવતા વર્ષે જ કામ પર પરત ફરશે. સૂત્રના જણાવ્યા મુજબ મેટરનિટી લીવ પછી, દીપિકા અમિતાભ બચ્ચન, કમલ હાસન અને પ્રભાસ સાથે કલ્કીની સિક્વલના શૂટિંગમાં બિઝી થઈ જશે.