ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે અને હવામાં ઝેરી વાયુનાં રજકણોનું પ્રમાણ PM2.5 સ્તરથી વધવાને કારણે દર વર્ષે 15 લાખ લોકોનાં મોત થતા હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જણાવાયું છે.
કોન્સોર્શિયમ ફોર ક્લાઈમેટ, હેલ્થ એન્ડ એર પોલ્યુશન રિસર્ચ ઈન ઈન્ડિયા (CHAIR-INDIA) દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ભારતમાં વધી રહેલા વાયુ પ્રદુષણ અને તેને કારણે થઈ રહેલા લાખો લોકોનાં મોત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે અગાઉ વાયુ પ્રદૂષણને કારણે થતા મોતનાં આંકડા ઘણા ઓછા છે. રિપોર્ટમાં PM 2.5નું સ્તર ઘટાડવા પગલાં લેવા અનુરોધ કરાયો છે.
PM 2.5 શું છે?
PM 2.5 એ હવામાં રહેલા સૂક્ષ્મમાં સુક્ષ્મ ઝેરી વાયુનાં રજકણો છે જે માનવીનાં આરોગ્ય માટે નુકસાનકારક છે અને તેવું વધુ પ્રમાણ જીવલેણ પુરવાર થઈ શકે છે. આ રજકણોમાં ડસ્ટ, ધુમાડો, લિક્વિડ ડ્રોપલેટ્સનો સમાવેશ થાય છે જે ફેફસામાં કે લોહીમાં ભળીને શ્વસનતંત્રને લગતા રોગો જન્માવી શકે છે. તેનાંથી ફેફસાંનું કેન્સર કે અસ્થમા થઈ શકે છે. વાહનોનું પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, ઔદ્યોગિક ધુમાડો, પરાળીને બાળવાથી થતો ધુમાડો અને ધૂળ તેમજ રેતીનાં તોફાનને કારણે PM 2.5નું પ્રદૂષણ સર્જાય છે.
WHOની ગાઈડલાઈન્સ કરતા PM 2.5નું સ્તર વધારે હોય તેવા ભારતનાં તમામ વિસ્તારો છે જેમાં 140 કરોડની વસ્તી વસવાટ કરી રહી છે. જો કે દિલ્હીમાં PM 2.5નું પ્રમાણ સૌથી વધારે અને ખતરનાક સ્તરે છે. PM 2.5માં ક્યૂબિક મીટરદીઠ જો 10 માઈક્રોગ્રામનો વધારો થાય તો મૃત્યુનું જોખમ 8.6 ટકા વધે છે. 2009થી 2019 સુધીમાં આને કારણે દર વર્ષે 25 ટકા એટલે કે 15 લાખ લોકોનાં મોત થાય છે.
Source link