લાંબા અંતરના પ્રવાસ માટે 10 વંદે ભારત ટ્રેનની પ્રતીક્ષા ટૂંકસમયમાં જ પૂરી થશે. આ ટ્રેન્સની પ્રથમ પ્રોટોટાઇપ તૈયાર થઈ ચૂકી છે. ટૂંકસમયમાં જ તેનું ટેસ્ટિંગ શરૂ થશે. તે ઉપરાંત 200 વંદે ભારત સ્લીપર સેલ રેક બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ ટેક્નોલોજિલ ભાગીદારોને અપાઈ ચૂક્યો છે. તે ટ્રેન્સનું ટેસ્ટિગ સફળ થાય તે પછી જ તેને દોડવવાની ડેડલાઇન નક્કી થઈ શકશે.
રેલવે મંત્રાલયે રાજ્યસભામાં જાણકારી આપી છે કે બે ડિસેમ્બર 2024ના રોજ ટૂંકા અને મધ્યમ અંતર માટે દેશભરમાં પથરાયેલી બ્રોડ ગેજ ઇલેક્ટ્ર્રિફિકેશન નેટવર્ક પર 136 વંદે ભારત સેવા દોડી રહી છે. ઓક્ટોબર 2024 સુધી તેમાં પ્રવાસીઓની ઉપસ્થિતિ 100 ટકાથી વધુ રહી છે. એક અન્ય સવાલના જવાબમાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે એપ્રિલ 2018થી ભારતીય રેલવેનું પ્રોડક્શન યુનિટ માત્ર એલએચબી કોચ તૈયાર કરી રહ્યું છે. તે કોચનું ઉત્પાદન સતત વધતું રહ્યું છે. રેલવે પ્રધાને જણાવ્યા મુજબ 2014-24 દરમિયાન કુલ 36,933 કોચ તૈયાર થયા છે. વર્ષ 2004થી 2014 દરમિયાન તૈયાર થયેલા કુલ 2,337 કોચની તુલનામાં ઉપરોક્ત કોચ ઉત્પાદનનો આંકડો 16 ગણો વધુ છે.
Source link