NATIONAL

Delhi, કેરળ અને ઝારખંડ સહિત 8 હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળ્યા

રિપોર્ટ અનુસાર દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, મધ્ય પ્રદેશ, કેરળ, મેઘાલય અને મદ્રાસ હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે 8 હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચીફ જસ્ટિસ વિશે માહિતી શેર કરી છે. રિપોર્ટ અનુસાર દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, મધ્ય પ્રદેશ, કેરળ, મેઘાલય અને મદ્રાસ હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરવામાં આવી છે.

ટ્વીટર પર પોસ્ટ શેર કરતા, કેન્દ્રીય મંત્રીએ લખ્યું છે કે, ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિ દ્વારા ઉચ્ચ અદાલતોના નીચેના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક/તબદીલી કરેલ છે.

સંપૂર્ણ યાદી જુઓ

1. જસ્ટિસ મનમોહન (હાલમાં દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ) – દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ.

2. જસ્ટિસ રાજીવ શકધર (હાલમાં દિલ્હી હાઈકોર્ટના જજ) – હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ.

3. જસ્ટિસ સુરેશ કુમાર કૈત (દિલ્હી હાઈકોર્ટના જજ) – મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ.

4. જસ્ટિસ ઈન્દ્ર પ્રસન્ના મુખર્જી (કલકત્તા હાઈકોર્ટના જજ) – મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ.

5. જસ્ટિસ નીતિન મધુકર જામદાર (બોમ્બે હાઈકોર્ટના જજ).- કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ.

6. જસ્ટિસ તાશી રબસ્તાન (જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના જજ) – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ.

7. જસ્ટિસ કેઆર શ્રીરામ (બોમ્બે હાઈના જજ) – મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

8. જસ્ટિસ એમ.એસ. રામચંદ્ર રાવ (હાલમાં HP અને HCના CJ) – ઝારખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહનને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રાજીવ શકધરને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એ જ રીતે, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સુરેશ કુમાર કૈતને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અને કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ઈન્દ્ર પ્રસન્ના મુખર્જીને મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button