અમેરિકી ફેડરલ કોર્ટના એટર્ની બ્રાયન પીસે કહ્યું છે કે તેઓ 10 જાન્યુઆરીએ રાજીનામું આપી દેશે. એટર્ની પીસે જ અદાણી સમૂહની કંપની અદાણી ગ્રીન એનર્જી અને તેમના અધિકારીઓ સામે લાંચના પ્રકરણમાં સંડોવણીના આક્ષેપ કર્યા હતા. એટર્ની પીસની વરણી પ્રમુખ બાઇડેને કરી હતી.
તેમણે કહ્યું કે નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યભાર સંભાળે તે પહેલાં જ તેઓ રાજીનામું આપી દેશે. ન્યૂયોર્કના બ્રૂકલિનના રહીશ 53 વર્ષના પીસે બુધવારે એક નિવેદન જારી કરીને પોતે રાજીનામું આપશે તેવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકી ફેડરલ કોર્ટ માટે એટર્ની તરીકે કામ કરવાની તક જીવનભર ના ભૂલાય તેવી તક હતી. પ્રમુખ બાઇડેને વર્ષ 2021માં પીસને નિમણૂક આપી હતી. નવેમ્બર 2025માં યોજાયેલી ચૂંટણીમાં નવા ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ પદભાર સંભાળે તે પહેલાં જ પીસ રાજીનામું આપી દેશે. નિવેદનમાં એક પણ કહેવામાં આવ્યું છે કે તેમનું સ્થાન કેરોલિન પોકોર્ની લેશે. અદાણી ગ્રૂપે પીસ તરફથી લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું. અદાણી ગ્રીન એનર્જી દ્વારા જારી થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને સીનીયક નિદેશક વિનીત જૈન અમેરિકી ન્યાય વિભાગ દ્વારા લગાવવામાં આવેલા લાંચ સંબંધી તમામ આરોપોથી મુક્ત છે.
Source link