- જિલ્લા ન્યાયપાલિકા કાયદાના શાસનનું એક મહત્ત્વપૂર્ણ ઘટક હોવાનો મત
- ન્યાયની શોધમાં નીકળેલા નાગરિકો માટે જિલ્લા ન્યાયપાલિકા પ્રથમ સંપર્ક બિંદુ છે
- સીજેઆઈએ જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લીધો હતો
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) ડી.વાઈ. ચંદ્રચૂડે શનિવારે જિલ્લા ન્યાયપાલિકાને દેશના ન્યાયતંત્રની કરોડરજ્જુ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા ન્યાયપાલિકા કાયદાના શાસનનું એક મહત્ત્વપૂર્ણ ઘટક છે.
સીજેઆઈએ જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જિલ્લા ન્યાયપાલિકાને અધિનસ્થ હોવાનું કહેવું હવે બંધ કરવું જરૂરી છે. ન્યાયની શોધમાં નીકળેલા નાગરિકો માટે જિલ્લા ન્યાયપાલિકા પ્રથમ સંપર્ક બિંદુ છે. જિલ્લા ન્યાયપાલિકા કાનૂનના શાસનનું એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. તેમણે આગળ જણાવ્યું હતું કે કાર્યની ગુણવત્તા તથા એ પરિસ્થિતિઓ કે જેમાં ન્યાયપાલિકા નાગરિકોને ન્યાય આપે છે તે એ નિર્ધારિત કરે છે કે તેમનો ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ છે કે નહીં. સીજેઆઈએ વધુમાં જણાવ્યું હતું કે તેના કારણે જ જિલ્લા ન્યાયપાલિકા પાસે જબરદસ્ત જવાબદારી નિભાવવાની અપેક્ષા રાખવામાં આવે છે અને તેને ન્યાયતંત્રની કરોડરજ્જુ કહેવી ઉચિત ગણાશે. તેમણે આગળ જણાવ્યું હતું કે કાનૂની પ્રણાલીની કરોડરજ્જુ બનાવી રાખવા માટે આપણે જિલ્લા ન્યાયપાલિકાને અધિનસ્થ ન્યાયપાલિકા કહેવું બંધ કરવું જોઈએ. આઝાદીના 75 વર્ષ બાદ હવે સમય આવી ગયો છે કે આપણે અંગ્રેજોના સમયની માનસિકતાને સમાપ્ત કરી દઈએ.
2023-2024માં 46.48 કરોડ પેજિસને સ્કેન કરાયા
સીજેઆઈએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2023-24માં અદાલતના રેકોર્ડના 46.48 કરોડ પેજિસને સ્કેન અથવા ડિજિટલાઇઝ કરવામાં આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરના સંયોજન સાથે ઇ-સમિતિ દ્વારા મેનેજ્ડ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ ફક્ત વકીલો માટે જ નહીં પણ દેશના તમામ નાગરિકો માટે પણ આંકડાની ખાણ છે. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું બંધારણ દ્વારા માન્યતાપ્રાપ્ત દરેક ભાષામાં ભાષાતંર થઈ રહ્યું છે.
Source link