મેડિકલ સ્ટુડન્ટ્સની ગૂગલ માતાજી પર વધારે પડતી નિર્ભરતા અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશને પ્રાથમિકતા આપવા માટે દર્દીઓ સાથે વાતચીત કરીને સીખવાની ઘટતી જતી પ્રવૃત્તિ દેશની મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ સામે સૌથી મોટો પડકાર છે તેમ AIIMS, દિલ્હીના ડિરેક્ટર ડૉ. એમ શ્રીનિવાસે જણાવ્યું હતું.
મેડિકલ એજ્યુકેશનમાં રીફોર્મ્સ અને અપસ્કિલિંગ જરૂરી છે કેમ કે માનવી સતત વિકસિત થઇ રહ્યો છે. ડોક્ટર ભગવાન નથી. ઇલાજમાં કોમ્પ્લિકેશન્સ હશે તો મોત પણ થઇ શકે છે પરંતુ લાપરવાહી ના હોવી જોઇએ. જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે દર્દી અને તેના સંબંધીઓએ સમજવું જોઇએ કે જે બીમારીના કારણે મોત થયું છે તેનો નોર્મલ ઇલાજ શક્ય છે? રાત્રે કોઇ દર્દીની સ્થિતિ ગંભીર થાય છે અથવા મોત થાય છે ત્યારે ફક્ત દર્દીના સગા જ નહીં પણ ત્યા હાજર અન્ય દર્દીના સગાઓ પણ ડોક્ટર પર હુમલા કરે છે.આ સ્થિતિને હલ કરવા માટે બેક-અપની વ્યવસ્થા હોવી જોઇએ. આ ટાઇમે કોઇ વરિષ્ઠ વ્યક્તિ કે મેડિકલ સોસિયલ વર્કરની હાજરી હોવી જોઇએ જે બધા સાતે વાત કરીને તેમને શાંત કરશે.
દર્દીની પથારીની બાજુમાં બેસીને મળતા જ્ઞાનની અવગણના : શ્રીનિવાસ
એમ્સ દિલ્હીના ડાઇરેક્ટરે ચિંતા વ્યક્ત કરી હતી કે હવે વધુને વધુ મેડિકલ સ્ટુડન્ટ્સનું ફોકસ પીજી કોર્સીસમાં એડમિશન લેવા પર કેન્દ્રીત થયું છે. તેમણે જણાવ્યું હતું કે તેનો અર્થ એ થયો કે તમે દર્દીની પથારીની બાજુમાં બેસીને મળતા જ્ઞાનને ઓછું મહત્વ આપો છો. કારણ કે અમે એક વિદ્યાર્થી તરીકે અમારા સિનિયર્સ અને ટીચર્સ ઉપરાંત વોર્ડમાં દર્દીઓ પાસેથી, કેઝયુઅલ્ટી અને ઓપરેશન થીયેટરમાંથી વધુ શિખ્યા હતાં. હવે વિદ્યાર્થીઓ ટયુટોરિયલ્સ અને વિવિધ એજન્સીઓ પર આધારિત છે જે અમારા માટે મોટો પડકાર છે.
Source link