કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, EPFOને વધુ આકર્ષક બનાવવા માટે ઘણા પ્રસ્તાવો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને માતા-પિતાના મૃત્યુની સ્થિતિમાં બાળકોને નોમિની તરીકે લાભ આપવા અંગે પ્રક્રિયાને વધારે આસાન બનાવવા પર પણ વિચાર કરાઈ રહ્યો છે. આ પરિવર્તનો આગામી વર્ષના મધ્ય સુધીમાં લાગુ કરી શકાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી EPFO હેઠળ જે પ્રક્રિયા છે તે જૂની છે. આ સમગ્ર પ્રક્રિયાને જ આધુનિક બનાવવાની તૈયારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર બેંકિંગ વ્યવસ્થાની જેમ જ EPFOની વ્યવસ્થામાં પરિવર્તન કરવા જઈ રહી છે. જો એવું થયું તો કર્મચારીઓને તેનો સૌથી વધારે લાભ થશે.
ડેબિટ કાર્ડ કોન્સેપ્ટ લાગુ કરવાની તૈયારી
સૂત્રો અનુસાર, શ્રામ મંત્રાલય એ વિષય પર પણ વિચાર કરી રહ્યું છે કે બેંક ખાતાધારકોને જે રીતે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે તે રીતે EPFOના ખાતા ધારકોને કાર્ડ આપવાના વિકલ્પ પર વિચારણા થઈ રહી છે, જેનાથી ખાતાધારકને નાણાં ઉપાડવામાં ઘણી રાહત મળશે.
12 ટકા કરતાં વધારે રકમ કપાવી શકાશે
કેન્દ્ર સરકાર એ બાબતનો વિચાર કરી રહી છે કે જો કોઈ કર્મચારી પોતાની ઇચ્છાથી પોતાની કમાણીનો મોટો ભાગ EPFOમાં કપાવવા માગતા હોય તો તે તેમ કરી શકે. અત્યારની સ્થિતિએ કોઈ પણ કર્મચારી પોતાની કુલ કમાણીના 12 ટકા જ EPFOમાં નાખી શકે છે.
Source link