- પીએમ મોદીને ખુલ્લી ધમકી આપીને મમતા બેનરજીએ નવો વિવાદ સર્જ્યો
- એફઆઈઆર કરનાર વકીલે મમતાનાં નિવેદનને દેશ માટે ખતરનાક ગણાવ્યું
- મમતા બેનરજીએ છાત્ર પરિષદમાં ભાષણ કરતી વખતે ધમકી આપી હતી
પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજીએ તૃણમૂલ છાત્ર પરિષદમાં પીએમ મોદી તેમજ ભાજપને ખુલ્લી ધમકી આપીને નવો વિવાદ સર્જ્યો છે. મમતાનાં નિવેદન અને ધમકીને ઉશ્કેરણીજનક અને લોકોમાં અસંતોષ જગાવનારું ગણવામાં આવ્યું છે અને તેમની સામે આ માટે FIR કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટનાં વકીલ વીનિત જિંદાલ દ્વારા દિલ્હી પોલીસમાં આ અંગે મમતા બેનરજી સામે કેસ કરાયો છે. મમતા બેનરજીએ છાત્ર પરિષદમાં ભાષણ કરતી વખતે એવી ધમકી આપી હતી કે, જો બંગાળને સળગાવવામાં આવશે તો દિલ્હી, આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશાને પણ સળગાવવામાં આવશે. મમતાનાં આ નિવેદનને ઉશ્કેરણીજનક, પ્રાદેશિક નફરત જગાવનાર, તેમજ રાષ્ટ્રીય એકતા તથા જાહેર કાયદો અને વ્યવસ્થા જોખમાવનાર ગણાવવામાં આવ્યું છે. તેમણે મમતાનાં નિવેદનને દેશ માટે ખતરનાક ગણાવ્યું હતું. તેમણે દિલ્હીને પણ સળગાવવાની ધમકી આપી છે. દિલ્હીના એક રહીશ તરીકે વકીલ જિંદાલ દ્વારા મમતા સામે FIR દાખલ કરવા અરજ કરાઈ હતી.
આસામનાં સીએમ હેમંતા બિશ્વા સરમાએ મમતા બેનરજીને આડેહાથ લીધા હતા અને તેઓ ભારતમાં ભાગલવાદી રાજકારણ ખેલીને લોકોમાં અસંતોષ ફેલાવવા માંગે છે તેવા આક્ષેપો કર્યા હતા. સરમાએ કહ્યું હતું કે દીદી તમે આસામને ધમકી આપવાની હિંમતા કેવી રીતે કરી શકો?
મમતા એ શું કહ્યું હતું?
બુધવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા 12 કલાક બંધ પાળવામાં આવ્યો હતો જેને બંગાળનાં સીએમ મમતા બેનરજી દ્વારા બંગાળને બદનામ કરવાના પ્રયાસ તરીકે ગણાવ્યો હતો. રાજ્યમાં અસંતોષ જગાવવા તેમની પાર્ટીનો એટલે કે ભાજપનો ઉપયોગ કર્યાનો મમતાએ પીએમ મોદી પર આક્ષેપ કર્યો હતો. મમતાએ કહ્યું કે કેટલાક લોકો આ આંદોલનની બાંગ્લાદેશના આંદોલન સાથે સરખામણી કરે છે. મમતાએ કહ્યું કે મોદી બાબુ, તમે તમારા માણસો દ્વારા બંગાળમાં અરાજકતા સર્જવા માંગો છો.
Source link