ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઈ)ના ભૂતપુર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે સાત ટકાની આર્થિક વૃદ્ધિની સાથે ભારત પુરતા પ્રમાણમાં નોકરીઓ ઊભી કરી રહ્યુ નથી. તેનો અંદાજ કેટલાક રાજ્યોમાં ખાલી પદો માટે આવતી અરજીની સંખ્યા પરથી લગાવી શકાય છે.
તેમણે સરકારને સલાહ આપી હતી કે સરકારે રોજગારીનું સર્જન કરી શકે તેવા લેબર-ઇન્ટેન્સિવ ઉદ્યોગોને પ્રમોટ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. રાજને આગળ જણાવ્યું હતું કે કેટલાક ભારતીયો ખાસ કરીને ઉચ્ચ સ્તર પર સંતોષજનક સ્થિતિમાં છે તથા તેમની આવક વધારે છે. જો કે નીચલા અડધા હિસ્સામાં ઉપભોગ વૃદ્ધિ હજું પણ સુધરી નથી અને તે કોવિડ પહેલાના સ્તર પર પહોંચી શકી નથી. તેમણે જણાવ્યું હતું કે એ દુર્ભાગ્યપૂર્ણ હિસ્સો છે. તમે વિચારશો કે સાત ટકાની વૃદ્ધિની સાથે આપણે ઘણી સારી નોકરીઓનું સર્જન કરીશું. પણ જો આપણે મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિ જોઇશું તો તે વધારે કેપિટલ ઇન્સેન્ટિવ છે.
કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીમાં વધારે તેજી
રાજને એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી વધારે તેજીથી આગળ વધી રહી છે પરંતુ લેબર ઇન્ટેન્સિવ ઉદ્યોગોની સાથે એવી વાત નથી. રાજને ઉમેરક્યું હતું કે નીચલા સ્તર પર બધું સારી રીતે ચાલતું નથી. મને લાગે છે કે નોકરીઓની સખત જરૂર છે અને તેને તમે જોઇ શકો છો. તમે સત્તાવાર આંકડાઓને ભુલી જાઓ. અમેરિકા સ્થિત શિકાગો બૂથમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર રાજને જણાવ્યું હતું કે આ બાબતની જાણકારી તમને સરકારી નોકરીઓ માટે કરવામાં આવતી અરજીની સંખ્યા પરથી મળી શકે છે, જે ખૂબ જ વધારે છે. તેમણે જણાવ્યું હતું કે મધ્યમ ગાળામાં ભારતીય અર્થતંત્ર છ-સાત ટકાના દરે વૃદ્ધિ નોંધાવશે. જો કે રાજને આ વર્ષના બજેટમાં નાણાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલ એપ્રેન્ટિસશિપ યોજનાને આવકાર આપ્યો હતો.
Source link