- ઓગસ્ટ 2023માં દેશનું જીએસટી કલેક્શન 1.59 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું
- જુલાઇ 2024માં દેશનું જીએસટી કલેક્શન રૂ. 1.82 લાખ કરોડ પર પહોંચી ગયું હતું
- પાછલા મહિને નેટ ડોમેસ્ટિક રેવન્યુ 14.4 ટકા વધીને રૂ. 1.66 લાખ કરોડ નોંધાઇ
ઓગસ્ટ 2024માં ગ્રોસ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) કલેક્શન 1.75 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું જે વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો સુચવે છે. ઓગસ્ટ 2023માં દેશનું જીએસટી કલેક્શન રૂ. 1.59 લાખ કરોડ નોંધાયું હતું.
જો કે અત્રે નોંધનીય છે કે જુલાઇ 2024માં દેશનું જીએસટી કલેક્શન રૂ. 1.82 લાખ કરોડ પર પહોંચી ગયું હતું. આ ગાળા દરમિયાન દેશની ડોમેસ્ટિક રેવન્યુ 9.2 ટકા વધીને રૂ. 1.25 લાખ કરોડ નોંધાઇ હતી જ્યારે ઇમ્પોર્ટ રેવન્યુ પાછલા વર્ષના આંકડાની તુલનાએ 12.1 ટકા વધીને રૂ. 49976 કરોડ નોંધાઇ હતી. જો કે આ ગાળા માટેના રિફંડને એડજસ્ટ કર્યા બાદ નેટ ડોમેસ્ટિક રેવન્યુ માત્ર 4.9 ટકા વધીને રૂ. 1.11 લાખ કરોડ નોંધાઇ હતી. જ્યારે IGST રેવન્યુ 11.2 ટકાનો વધારો દર્શાવે છે. પાછલા મહિને નેટ ડોમેસ્ટિક રેવન્યુ 14.4 ટકા વધીને રૂ. 1.66 લાખ કરોડ નોંધાઇ હતી. આ દરમિયાન નેટ જીએસટી રેવન્યુ રૂ. 1.5 લાખ કરોડ રહી હતી જે પાછલા વર્ષની તુલનામાં 6.5 ટકાનો વધારો દર્શાવે છે. કુલ રિફંડ એમાઉન્ટ 24460 કરોડ રૂપિયા નોંધાઇ હતી, જેમાં 58 ટકા રકમ ડોમેસ્ટિક રિફંડની હતી જ્યારે બાકીની રકમ એક્સપોર્ટર રિફક્કની હતી. નોંધનીય છે કે જૂન 2024માં જીએસટી કલેક્શન રૂ. 1.74 લાખ કરોડને પાર કરી ગયું હતું. જેમાં સીજીએસટી 39586 કરોડ રૂપિયા અને એસજીએસટી રૂ. 33548 કરોડ હતું. મે 2024માં જીએસટી કલેક્શન રૂ. 1.73 લાખ કરોડ નોંધાયું હતું.
Source link