સુપ્રીમ કોર્ટમાં મંગળવારે એક અજબગજબનો સીન જોવા મળ્યો. એક વકીલ ભૂલથી જસ્ટિસ હૃષીકેશ રોયને બદલે જસ્ટિસ હૃષીકેશ મુખરજી બોલી ગયા હતા. હકીકતમાં વકીલ ફિલ્મ નિર્માતાના નામના કારણે ગફલત કરી બેઠા હતા. વકીલની આ ભૂલને તરત જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે સુધારી હતી અને કહ્યું કે એક વકીલને ન્યાયાધીશોનાં નામની તો ખબર હોવી જોઈએ.
મંગળવારે કોર્ટમાં એક કેસનો ઉલ્લેખ કરતાં વકીલે કહ્યું કે, આ કેસ જસ્ટિસ હૃષીકેશ મુખરજી સમક્ષ હતો. તેમની વાત સાંભળીને તરત જ ચીફ જસ્ટિસે તેમને ટોકતાં કહ્યું, હૃષીકેશ મુખરજી કે જસ્ટિસ હૃષીકેશ રોય? જો તમે રોયને મુખરજી બનાવી દેશો તો… તમને તમારા જજોનાં નામની ખબર હોવી જોઈએ. આ તો હદ છે. મહેરબાની કરીને વેબસાઇટ પર જઈને નામ ચેક કરો.
જસ્ટિસ હૃષીકેશ રોયે સપ્ટેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે સોગંદ લીધા હતા. ત્યાર પહેલાં તેઓ કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ગુવાહાટી હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે.
Source link