NATIONAL

Delhi: હેલ્થ અને જીવનવીમાના પ્રીમિયમમાં ઘટાડાની સંભાવના : નાણાપ્રધાનનો સંકેત

દેશનાં લોકો માટે હેલ્થ અને જીવન વીમો સસ્તો થઈ શકે કેમ? તેવા પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામને જવાબ આપ્યો હતો કે જો GST કાઉન્સિલ દ્વારા આરોગ્ય વીમો અને લાઈફ ઈન્સ્યોરન્સ પૉલિસી પરનો GST ઘટાડવામાં આવે તો પોલિસી હોલ્ડર માટે વીમાનો ખર્ચ એટલે કે વીમા પ્રીમિયમ ઘટી શકે છે અને વીમાનો ખર્ચ ઓછો થઈ શકે છે.

લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે, 9મી સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પરનો GST ઘટાડવા માટે વિચારણા કરવા પ્રધાનોનું ગ્રૂપ (GoM) રચવા ભલામણ કરવામાં આવી હતી. બંને વીમા પર GST ઘટાડવાનો મુદ્દે GoM સમક્ષ વિચારણા હેઠળ છે. સૂત્રોના જણાવ્યા મુજબ GoM ટર્મ લાઈફ વીમા પોલિસી અને સિનિયર સિટિઝન માટેના હેલ્થ વીમા પરનો GST ઘટાડવા સંમત હોવાનું મનાય છે. આ ઉપરાંત સિનિયર સિટિઝન સિવાયની દરેક વ્યક્તિ કે જે રૂ. 5 લાખ સુધીનો હેલ્થ વીમો લે તો તેનાં પર GST માફ કરવામાં આવી શકે છે. જો કે રૂ. 5 લાખથી વધુના હેલ્થ વીમા પર 18 ટકા GST ચાલુ રહેશે.

21મીની બેઠકમાં મુદ્દો ચર્ચાવાની ધારણા

સીતારામનના વડપણ હેઠળ 21મી ડિસેમ્બરે રાજ્યોના નાણાપ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દો ચર્ચાવાની શક્યતા છે. તે દિવસે હેલ્થ અને જીવન વીમા પર GST ઘટાડવા અંગેનોGoM રિપોર્ટ કાઉન્સિલન સમક્ષ રજૂ કરવામાં આવે તેવા સંકેતો છે. 2023-24માં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને હેલ્થકેર અને જીવનવીમા પોલિસી પર GST દ્વારા રૂ. 16,398 કરોડની આવક થઈ હતી. જેમાં LICનાં પ્રીમિયમ પર GSTથી રૂ. 8,135 કરોડ અને હેલ્થ ઈન્સ્યોરન્સથી રૂ. 8,263 કરોડની આવક થઈ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button