વિશ્વમાં એઆઈની બોલબાલા થઈ ગઈ છે ત્યારે ભારતમાં પણ તેમાં પાછળ નથી. ભારતમાં હવે દરેક વય જૂથના લોકો પોતાના રોજબરોજના કામોમાં પહેલેથી જ એઆઈ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. સ્માર્ટફોન સર્વવ્યાપી થઇ જવાના કારણે અને ઘણા હાઇ-એન્ડ ફોનમાં એઆઈ ટૂલ ઈન-બિલ્ટ હોવાના કારણે દૈનિક જીવનમાં એઆઈને અપનાવવું ઝડપી અને સરળ થઇ રહ્યું છે.
લોકો કઇ કઇ રીતે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છો તે જાણવા માટે તાજેતરમાં ઓનલાઇન સરવે દ્વારા દેશભરના વિવિધ વયજૂથના લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને આ અંગે પૂછવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓ અભ્યાસના મુશ્કેલ પગથિયાને સર કરવા માટે ચેટ જીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે તો ગૃહિણીઓ પોતાના રસોઈના કામને વધારે સરળ અને સમૃદ્ધ બનાવવા માટે એલેક્સાની મદદ લઈ રહી છે.
Source link