મેડિકલનું શિક્ષણ લઇ રહેલાં વિદ્યાર્થીઓને હવે એક જ સમયે દેશની 19 એમ્સમાં એકસાથે અભ્યાસ કરવાની તક મળશે. કેન્દ્ર સરકારે તમામ એમ્સની સાથોસાથ તમામ કેન્દ્રીય મેડિકલ ઈન્સ્ટિટયૂટ્સને એક સાથે મેળવીને નેટવર્ક સ્થાપિત કર્યું છે.
આ નેટવર્ક હેઠળ થ્રી-ડી એનિમેશન મારફત મેડિકલ સ્ટુડન્ટ્સને દર્દીઓની બીમારીઓ તથા માનવશરીરની રચનાથી રૂબરૂ થવાની તક મળશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત ડિરેક્ટર દિનેશ કુમારે એક આદેશમાં જણાવ્યું હતું કે છ સભ્યોની બનેલી સમિતિની ભલામણના આધાર પર સ્માર્ટ ક્લાસરૂમની માફક તબીબી શિક્ષણને વેગ આપવામાં આવશે. આના હેઠળ દિલ્હી એમ્સ નોડલ કેન્દ્ર રહેશે જે ઇ-લર્નિંગ સાથે જોડાયેલ શિક્ષણ સામગ્રીને એકત્રિત કરશે.
Source link