NATIONAL

Delhi: ભારતીય ઈકોનોમી 2031 સુધીમાં સાત ટ્રિલિયન ડૉલરે પહોંચશે

ભારતીય ઈકોનોમી 2031 સુધીમાં 7 ટ્રિલિયન ડૉલરે પહોંચશે તેવી ધારણા રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2025થી 2031 વચ્ચે મધ્યમ ગાળામાં આર્થિક વિકાસ દર સરેરાશ 6.7 ટકા રહેવાનાં અંદાજ સાથે આ ધારણા વ્યક્ત કરાઈ છે. જે કોરોનાની મહામારી પહેલાનાં દાયકામાં રહેલા 6.6 ટકાનાં ગ્રોથ રેટની સમકક્ષ રહેશે તેવું મનાય છે.

ખાસ કરીને મૂડીખર્ચમાં વધારો તેમજ ઉત્પાદકતામાં વૃદ્ધિ થવાને કારણે અર્થતંત્રમાં તેજી આવશે. ક્રિસિલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં GDP ગ્રોથ રેટ 6.8 ટકા રહી શકે છે. જો કે ઉંચો વ્યાજ દર અને ધિરાણનાં કડક નિયમોને કારણે શહેરી માંગને અસર થઈ શકે છે. વિકાસ માટે ઓછા રાજકીય પ્રોત્સાહનને કારણે ગ્રોથને અસર થઈ શકે છે.

ભારતની ચાલુ ખાતાની ખાધ સ્થિર રહેવાની શક્યતા : સર્વિસિસ એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો તેમજ વિદેશથી દેશમાં મોકલવામાં આવતી જંગી રકમને કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ સેફઝોનમાં સ્થિર રહી શકે છે. જે 2024-25માં GDPનાં 1 ટકા વધી શકે છે. 2023-24માં તેમાં 0.7 ટકાનો વધારો થયો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં ભારતની મર્ચન્ડાઈઝ નિકાસમાં 17.25 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે પરિણામે નિકાસો 39.20 અબજ ડૉલરનાં સ્તરે પહોંચી છે. જે ગયા વર્ષે આ જ મહિનામાં 33.43 અબજ ડૉલર હતી. ગ્લોબલ ટ્રેડમાં ઘટાડો થવા છતાં નિકાસોમાં વૃદ્ધિ દર બે આંકડાનો થયો છે. ભારતનાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એન્જિનિયરિંગ ગુડ્ઝ, ઈલેક્ટ્રોનિક્સ ગુડઝ, ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કેમિકલ્સ તેમજ ટેક્સસ્ટાઈલની નિકાસ મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. ઓક્ટોબર 2024માં ભારતની કુલ નિકાસ 73.21 અબજ ડૉલર થઈ હતી. જે ઓકટોબર 2023ની સરખામણીમાં 19.08 ટકાનો વધારો દર્શાવે છે. ઓક્ટોબરમાં કુલ આયાત 83.33 અબજ ડોલર થઈ હતી જે ઓક્ટોબર 2023ની સરખામણીમાં 7.77 ટકાનો વધારો દર્શાવે છે.

ફુગાવામાં ઘટાડાની સંભાવના

ગ્રાહક ભાવ આધારિત ફુગાવો (CPI) 2024-25માં અગાઉનાં વર્ષનાં 5.4 ટકાથી ઘટીને સરેરાશ 4.5 ટકા રહેશે તેવું માનવામાં આવે છે. ખાસ કરીને ખાદ્ય ફુગાવો ઓછો રહેવાને કારણે ફુગાવો ઘટી શકે છે. ગ્રોથ અને ફુગાવાની ધારણાને હવામાનની અનિશ્ચિતતા તેમજ ભૂભૌગોલિક સ્થિતિ અસર કરી શકે છે. આ વર્ષે ખરીફ મોસમમાં વિવિધ પાકનું વાવેતર વધ્યું છે. અલબત્ત કમોસમી વરસાદ અને ચોમાસામાં પડેલા વધુ વરસાદની અસરો કેટલી રહે તે નક્કી નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button