એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ચીફ રાહુલ નવીને તેમનાં સ્ટાફને કહ્યું છે કે તેઓ ફક્ત ગુનાઈત કાવતરાંને આધારે PMLA હેઠળ કોઈ કેસ કરે નહીં કારણ કે તે પૂર્વ અનુમાન આધારિત ગુનો ગણાય છે. તાજેતરમાં ED દ્વારા કરવામાં આવેલા કેટલાક હાઈ પ્રોફાઈલ કેસ કોર્ટમાં ફગાવવામાં આવ્યા પછી હવે ED એ નિર્ણય લીધો છે કે કોઈપણ વ્યક્તિ સામેનાં આરોપોમાં મની લૉન્ડરિંગને લગતા કાયદા હેઠળ કરવામાં આવેલો ગુનો સામેલ હોવો જોઈએ.
કર્ણાટકનાં નાયબ મુખ્યુપ્રધાન ડી કે શિવકુમાર અને કોંગ્રેસ નેતા તેમજ છત્તીસગઢનાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનાં શાસનમાં કામ કરી ચૂકેલા નિવૃત IAS અધિકારી સામેનાં કેસ કોર્ટ આ આધાર પર ફગાવવામાં આવ્યા પછી ઉપર મુજબ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે, આવા કેસમાં ખુબ મહેનત કર્યા પછી પણ કોર્ટમાં નિષ્ફ્ળતાનો સામનો કરવાનો કોઈ મતલબ નથી.
Source link