કેન્દ્રનાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટરવાહન અધિનિયમમાં મહત્ત્વના સુધારા કરવા દરખાસ્ત રજૂ કરાઈ છે. જેમાં મોટરવાહન દુર્ઘટનાનાં દાવાનો 12 મહિનામાં નિકાલ કરવા મંજૂરી આપવાનો, મોટર સાઇકલોને કોન્ટ્રેક્ટ કેરેજ હેઠળ સામેલ કરવાનો અને તેનો વ્યવસાયિક ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.
જેમાં રેપિડો અને ઉબર જેવા એગ્રીગેટર્સને કોન્ટ્રેક્ટ કેરેજની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. કોન્ટ્રેક્ટ કેરેજ એ પ્રવાસીઓને લઈ જવા માટે ભાડેથી લેવાયેલ વાહન છે. હાલના કાયદામાં તમામ વાહનોને કોન્ટ્રેક્ટ કેરેજની મંજૂરી આપવાની જોગવાઈ છે પણ નવા સુધારા મુજબ તેમાં મોટરસાઇકલને સામેલ કરાશે. કેટલાક રાજ્યોમાં રાઈડ હેન્ડલિંગ માટે બે પૈડાંવાળા વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી મોટર સાઇકલને કોન્ટ્રેક્ટ કેરેજ ગણીને તેના વેપારી ધોરણે ઉપયોગને મંજૂરી આપવા કાયદામાં સુધારો કરાશે. ટ્રાફિકના ભંગ માટે ડ્રાઇવરોને જવાબદાર ગણાવવા અને અકસ્માતો ઘટાડવા ટ્રાફિકના ભંગ માટેનો દંડ બમણો કરાશે.
પ્રવાસીઓની સુરક્ષા પર ભાર મુકાશે
સરકાર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા પર ભાર મૂકવામાં આવશે. આ માટે મોટરસાઇકલોને સામેલ કરીને કેબ એગ્રીગેટર્સ ગાઇડલાઇન્સમાં સુધારા કરાશે. સંસદનાં શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવનાર 67 સૂચિત સુધારામાં શૈક્ષણિક સંસ્થાઓની બસો માટે નવી વ્યાખ્યા ઘડાશે. જ્યારે હળવા મોટરવાહનોને તેનાં કુલ વજનને આધારે વર્ગીકૃત કરાશે. પહેલીવાર ત્રણ પૈડાંવાળા વાહનો માટે પરિભાષાન નક્કી કરાશે. શૈક્ષણિક સંસ્થાની બસને કોઈપણ વાહનના રૂપમાં પરિભાષિત કરવાની જોગવાઈ છે. જેમાં ચાલક સિવાય 6થી વધુ વ્યક્તિ હોય છે અને વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓને લઈ જવા સંસ્થાની માલિકી પર કે લીઝ પર કે ભાડેથી લેવામાં આવેલું હશે.
Source link