સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ફરી એકવાર ભારતે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ટીકા કરતાં તેની અસલીયતને દુનિયાને દેખાડી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના રાજદૂત ભાવિકા મંગલનંદને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને જવાબ આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન વિશ્વભરમાં આતંકવાદ, નશીલા પદાર્થોની દાણચોરી કરવા માટે દુનિયાભરમાં બદનામ છે અને તે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ પર હુમલો કરવાનું દુઃસાહસ કરી રહ્યું છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે દુનિયાભરની આતંકવાદી ઘટનાઓમાં તેનો હાથ રહ્યો છે અને પડોશી દેશને એ જાણકારી હોવી જોઈએ કે ભારતની વિરુદ્ધ સીમા પર આતંકવાદના પરિણામ અનિવાર્ય રૂપથી ભોગવવા પડશે. ભારતના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્રમાં હિંસાની વાત કરતાં પાકિસ્તાનને પાખંડી ગણાવ્યું હતું. ભાવિકાએ વધુમાં જણાવ્યું હતું કે દુનિયા જાણે છે તેમ પાકિસ્તાને લાંબા સમયથી પાડોશી દેશો વિરુદ્ધ સીમાપારના આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.
પાક. સીમાપાર આતંકવાદને હથિયારના રૂપમાં ઉપયોગ કરે છે
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં ચર્ચા દરમિયાન પોતાના સંબોધનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ તેનો જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. ચર્ચા દરમિયાન ભારતના રાજદૂત ભાવિકા મંગલનંદને જણાવ્યું હતું કે આજે સવારે આ સભામાં દુઃખદ રૂપથી એક હાસ્યાસ્પદ ઘટના બની હતી. આતંકવાદ, નશીલા પદાર્થોનો વ્યાપાર તથા આંતરરાષ્ટ્રીય અપરાધ માટે વૈશ્વિક રૂપથી બદનામ તથા સેના દ્વારા સંચાલિત દેશે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ પર હુમલો કરવાનું દુઃસાહસ કર્યું છે. હું પાકિસ્તાની વડાપ્રધાનના ભાષણમાં ભારતના સંદર્ભ અંગે વાત કરી રહી છું.
Source link