સુપ્રીમ કોર્ટે સોમવારે એક દૂરોગામી અસરો જન્માવતો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે ધર્મનાં આધારે અનામત શક્ય નથી. જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની બેન્ચે પશ્ચિમ બંગાળ દ્વારા અધર બેકવર્ડ ક્લાસ (OBC)નું 77 જુદાજુદા સમુદાયમાં કરેલા કલાસિફિકેશનને પડકારતી અરજીનાં સંદર્ભમાં મૌખિક તારણમાં ઉપર મુજબ ટિપ્પણી કરી હતી.
આ અગાઉ પશ્ચિમ બંગાળનાં આ ક્લાસિફિકેશનને કલકત્તા હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યું હતું જેને પશ્ચિમ બંગાળ સરકારે પડકાર્યું હતું. આ વર્ગીકરણમાં મોટા ભાગે મુસ્લિમ ધર્મનાં સમુદાયને સમાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ સરકાર વતી એડવોકેટ કપિલ સિબ્બલે દલીલો કરી હતી કે આ વર્ષે અને તે પછી રાજ્ય સરકાર અનામત મુદ્દે કશું કરી શકે તેમ નથી કારણ કે ત્યાં એડમિશનમાં અનામત નથી, નોકરીમાં અનામત નથી કે પ્રમોશન અને સ્કોલરશિપમાં પણ અનામત નથી. હાઈકોર્ટનાં ચુકાદાની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે જે કંઈ અનામત મંજૂર કરવામાં આવી હતી તે ધર્મને આધારે નહીં પણ સમુદાયનાં પછાત વર્ગને આધારે આપવામાં આવી હતી. તેમણે આ મુદ્દે વચગાળાનો આદેશ આપવા બેન્ચને અપીલ કરી હતી. કોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી 7 જાન્યુઆરી 2025નાં રોજ હાથ ધરાશે.
Source link