- બાંગ્લાદેશના હિન્દુઓ સામેની હિંસા રોકવા માટે સદ્ગુરુની અપીલ
- હાલના સમયમાં ખેંચવામાં આવેલી રાષ્ટ્રીય સરહદો નિરપેક્ષ નથી : સદ્ગુરુ જગ્ગી વાસુદેવ
- પ્રદર્શન દરમિયાન સમગ્ર બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સહિત કુલ 500 જેટલા માણસો માર્યા ગયાં
બાંગ્લાદેશમાં સત્તાપલટો અને શેખ હસીનાએ દેશ છોડી દીધા પછી પણ પરિસ્થિતિ સુધરવાનું અને લઘુમતી સમુદાયો સામે હિંસા અટકવાનું નામ લેતી નથી. હવે આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુએ બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત પર પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે આવી ધૃણિત હિંસાને તરત રોકવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે હાલના સમયમાં જે સરહદ ખેંચવામાં આવી છે તે નિરપેક્ષ નથી. સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા પર તીખી પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ક્રૂર અત્યાચારો થઈ રહ્યા છે તેને તત્કાળ રોકવા અત્યંત જરૂરી છે, પરંતુ સાથે આ અત્યાચારોને વિસ્તારથી દસ્તાવેજ કરવો પણ એટલો જરૂરી છે. હાલના સમયમાં ખેંચવામાં આવેલી રાષ્ટ્રીય સરહદો નિરપેક્ષ નથી. સાંસ્કૃતિક સંબંધ અને સભ્યતાગત જોડાણ તેનાથી અનેકગણો મહત્ત્વપૂર્ણ છે. ભારતે ફક્ત સરહદોની તર્કસંગતતાથી બંધાવું જોઈએ નહીં પરંતુ 75 વર્ષ કરતાં વધારે જૂની સભ્યતાની વ્યાપક વાસ્તવિકતાઓતી બંધાવું જોઈએ.
લોકોને લૂંટેલા હથિયારો પરત કરવા સરકારનો આદેશ
નોંધનીય છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકારે પણ હિન્દુઓ સામેની હિંસાને વખોડ હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ તાજેતરની હિંસા દરમિયાન કાનૂન લાગુ કરનારા લોકો પાસેથી રાઇફલો સહિત હથિયારોની લૂંટ કરી ગયાં હતાં. તેમણે લૂંટેલી રાઇફલો સહિત તમામ ગેરકાયદે હથિયારોને 19 ઓગસ્ટ સુધીમાં પોલીસને સોંપી દેવા અલ્ટિમેટમ આપ્યું છે અને તે પછી પોલીસ અને સુરક્ષા દળો દ્વારા કડક પગલાં ભરવાની ચેતવણી ઉચ્ચારી છે.તેમણે જણાવ્યું હતું કે તાજેતરના વિરોધ પ્રદર્શન દરમિયાન સમગ્ર બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સહિત કુલ 500 જેટલા માણસો માર્યા ગયાં હતાં.
Source link